ઉત્તરાખંડ
હરિદ્વાર, ઋષિકેશની પવિત્ર ભૂમિ ઉત્તરાખંડમાં ૭૦ બેઠક પર ૬૩૨ ઉમેદવાર ચૂંટણી લડે છે અને તમામનાં ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજ્યની ૭૦ બેઠક પૈકી ૪૪ બેઠક ઉપર ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ ૧ બેઠક ઉપર જીત મેળવી ચુકી છે અને ૨૨ બેઠક ઉપર આગળ ચાલી રહી છે.. જ્યારે ૩ બેઠક અન્ય પક્ષ પાસે છે. ઉત્તરાખંડમાં બહુમતી માટે ૩૬નો આંકડો છે. બીજા દિવસે ઉત્તરાખંડના ભૂતપૂર્વ હરીશ રાવતને તેમના લગ્નતિથિ નિમિત્તે બમણો ઝાટકો લાગ્યો છે. એક બાજુ, કોંગ્રેસ સરકાર માટે સરકાર બને તેવા કોઈ સંજાેગો દેખાતા નથી ત્યારે રાવત લાલકુઆં બેઠક પરથી ભાજપના મોહન બિષ્ટ સામે૧૪ હજાર મતથી હારી ગયા છે. દેવભૂમિ ઉત્તરાખંડના લોહાઘાટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ખુશાલ સિંહ અધિકારીએ ૬૧૧૮ મતથી જીત મેળવી લીધી છે, જ્યારે દેહરાદૂનના ચકરાતા બેઠક પર મતગણતરી પૂરી થઈ ગઈ છે. અલબત્ત, પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પ્રતાપનગર બેઠક પર કોંગ્રેસના નેતા વિક્રમ સિંહ નેગીએ જીત મેળવી છે, જાેકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ અગાઉ શરૂઆતના એક કલાકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર હતી. હવે ભાજપ આગળ ચાલે છે, પણ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પાછળ ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના લાલકુઆં વિધાનસભા સીટથી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશરાવત અંદાજે ૧૦ હજાર મતથી પાછળ છે. તે સિવાય ભીમતાલ, નૈનીતાલ અને હલદ્વાનીમાં બીજેપી આગળ ચાલી રહી છે. ઉત્તરાખંડમાં દરેક ૭૦ બેઠકના રુઝાન આવી ગયા છે. ૪૩ પર મ્ત્નઁ, ૨૩ પર કોંગ્રેસ અને ૪ બેઠક પર અન્ય આગળ છે. – ઉત્તરાખંડમાં સીએમ પુષ્કર સિંહ ધામી ખટીમા સીટથી પાછળ છે. ઉત્તરાખંડના શરૂઆતના એક કલાકમાં જ્યારે કોંગ્રેસ આગળ હતી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બનશે. મુખ્યમંત્રી વિશે કોંગ્રેસ અધ્યક્ષા નક્કી કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ખટીમા સીટ પર પાછળ છે, જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત લાલકુઆં સીટ પર આગળ ચાલી રહ્યા છે. ગંગોત્રીમાં આપના સીએમ ઉમેદવાર અજય કોઠિયાલ આગળ ચાલી રહ્યા છે. ભેલ રાનીપુરમાં ભાજપના આદેશ ચૌહાણ, રુડકીમાં કોંગ્રેસના યશપાલ રાણા, મસૂરીમાં ભાજપના ગણેશ જાેશી, વિકાસ નગરમાં કોંગ્રેસના નવપ્રભાત, પિથોરાગઢમાં મયૂર મહર, પુરોલામાં ભાજપના દુર્ગેશ્વર લાલ, રુદ્રપ્રયાગમાં ભાજપના ભરતસિંહ ચૌધરી, પૌડીમાં ભાજપના રાજકુમાર કોરી, બાગેશ્વરમાં ભાજપના ચંદન રામદાસ, કપકોટમાં કોંગ્રેસના સુરેશ ગરિયા, બદ્રિનાથમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ભંડારી, ઘનસાલીમાં ભાજપના શક્તિલાલ શાહ આગળ ચાલી રહ્યા છે. ગંગોત્રીમાં આપના સીએમ ઉમેદવાર અજય કોઠિયાલ, ટિહરીમાં ભાજપના કિશોર ઉપાધ્યાય, ચકરાતાથી કોંગ્રેસના પ્રિતમસિંહ, ધર્મપુરના કોંગ્રેસના દિનેશ અગ્રવાલ, દેહરાદૂન કેન્ટથી કોંગ્રેસના સૂર્યકાન્ત ધસ્માના, ઋષિકેશથી કોંગ્રેસના પ્રેમચંદ અગ્રવાલ અને હરિદ્વારથી ભાજપના મદન કૌશિક આગળ ચાલે છે.
