Uttarakhand

ભારત, ચીન અને નેપાળમાં ધરતી અચાનક ધણધણી ઉઠી,કારણ જાણો..

ઉતરાખંડ
દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી અનેક જગ્યાએ નુકસાન થયું. દોતીમાં તો મકાન ધરાશાયી થતાં ૬ લોકોના મોત થયા, જ્યારે ભારતમાં પણ ૭ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. જેમાં દિલ્લી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૩ નોંધાઈ છે. મહત્વનું છે કે આ વર્ષે ભારતમાં ૯૪૮ વખત ભારતમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં ૨૪૦ વખત મોટા આંચકા નોંધાયા. એટલે કે દર મહિને દેશમાં ૧૦૫થી વધારે ભૂંકપના આંચકા નોંધાઈ રહ્યા છે. ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાત્રે ૧.૫૭ કલાકે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૩ સુધી માપવામાં આવી હતી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ વિનાશના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં ૬ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે ૬.૨૭ કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા ૪.૩ હતી. ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી વધુ ૬.૩ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ ૯૦ કિમી દૂર નેપાળમાં હતું. જાણો ચંદ્રગ્રહણ-ભૂકંપનું કનેક્શન શું છે?.. તમને ખબર હશે કે, જ્યોતિષો અનુસાર, ચંદ્રગ્રહણની સીધો સંબંધ કુદરતી આફતો સાથે પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. આ ઉપરથી કહી શકાય એમ છે કે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ હોવાના કારણે મોરબી દુર્ઘટના બની હતી, જેમાં ૧૩૫થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એવી જ રીતે ગઈકાલે (મંગળવાર) ચંદ્રગ્રહણ હોવાના કારણે તેની અસરના કારણે ભારત સહિત વિશ્વના ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ખગોળીય ઘટનામાં ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક આવી જશે. વિજ્ઞાન અનુસાર, ભૂકંપ ટેક્ટોનિક પ્લેટો એકબીજી સાથે ટકરાય તેના કારણે ભૂકંપ આવે છે તથા ભૂકંપના કારણે જ સુનામીનો જન્મ થતો હોય છે. અને જ્યોતિષનો મતે ટેક્ટોનિક પ્લેટો ગ્રહોના પ્રભાવવશ ખસતી હોય છે. ભૂકંપની તીવ્રતા પ્લેટો પર પડતા ગ્રહોના પ્રભાવ પર ર્નિભર કરે છે. જ્યોતિષો અનુસાર, ચંદ્રગ્રહણ વિશે માન્યતા છે કે, સૂર્યગ્રહણ જન-માણસોને તથા ચંદ્રગ્રહણ પાણી અથવા સમુદ્રને પ્રભાવિત કરે છે. ગ્રહણ આવે એ કુદરતી આફત આવશે તેના પર ઈસારો કરે છે, જેમાં પૂર, તોફાન, ભૂકંપ, મહામારી જેવી આફતોથી પૃથ્વીને નુકશાન પહોંચાડી શકે છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ એજ શ્રુંખલામાં આવે છે. જાેકે, કેટલાક લોકો આને માત્ર અંધવિશ્વાસ માને છે અને તેના પર વિશ્વાસ નથી કરતી. ભારતમાં ક્યાં ક્યાં અનુભવાયા આંચકા?.. ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લખનૌમાં પણ ભૂકંપના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી. ેંજીય્જી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી ૨૧ કિમી દૂર હતું. મંગળવારે મોડી સાંજે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા ૪.૯ અને ૩.૫ હતી. આ પહેલા ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં આવેલા ભૂકંપથી સૌથી વધુ નુકસાન નોંધાયું છે. અહીંના ડોટીમાં ભૂકંપના આંચકાને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. જ્યારે ૫ લોકો ઘાયલ થયા છે. ડોટીમાં ૬.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મૃતકોમાં એક જ પરિવારના ૩ લોકોનો સમાવેશ થાય છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ભૂકંપથી ભારતમાં નુકસાનના કોઈ અહેવાલ નહીં.ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમે ભૂકંપથી પ્રભાવિત રાજ્યો પાસેથી માહિતી મેળવી છે. અત્યાર સુધી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાંથી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. ગૃહ મંત્રાલય સતત રાજ્યોના સંપર્કમાં છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *