Uttarakhand

હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ કરનાર ખાલિસ્તાની આતંકીના નજીકના ગેંગસ્ટરની થઇ ધરપકડ

બરેલી
દિલ્હી પોલીસની સ્પેશલ ટીમે પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકીનો એક મોટો પ્લાન નિષ્ફળ કરી દીધો છે.હકીકતમાં ખાલિસ્તાની આતંકી રિન્દાએ ભારતમાં હિન્દુ નેતાઓ અને આરએસએસના કાર્યકર્તાઓની હત્યાની યોજના બનાવી હતી જાે કે સમય રહેતા દિલ્હી પોલીસે આ નાપાક ઇરાદાને નિષ્ફળ કરી આતંકીના નજીકના ગેંગસ્ટરની ધરપકડ કરી છે. હકીકતમાં દિલ્હી પોલીસ સ્પેશલ સેલની કાઉટર ઇટેલિંજેંસ યુનિટે પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકી રિન્દાના ખુબ નજીકના એક ગેંગસ્ટર કવર રણદીપ સિંહ ઉર્ફે એસકેની અહીંથી ધરપકડ કરી છે આ ગેંગસ્ટરને પાકિસ્તાનમાં બેઠેલા આતંકી રિન્દાના કહેવા પર હિન્દુ નેતાઓ અને આરએસએસના નેતાઓને મારવાનો ટાસ્ક આપવામાં આવ્યા હતાં જેના માટે તે અનેકવાર દિલ્હીમાં આવ્યો હતો. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર પકડાયેલ ગેંગસ્ટર મૂળ રીતે પંજાબના પટિયાલાનો રહેવાસી છે તેના પર લગભગ ૭-થી ૮ અપરાધિક કેસ દાખલ થયેલા છે આરોપી વર્ચુઅલ નંબરો દ્વારા રિન્દાથી સતત સંપર્કમાં રહેતો હતો કહેવાય છે કે પકડાયેલ ગેંગસ્ટર રણદીપને રિન્દાના કહેવા પર કેટલાક ફોટા પણ બતાવવામાં આવ્યા હતાં જેના દ્વારા હિન્દુ નેતાઓ અને આરએસએસ નેતાઓ પર હુમલા કરવાની યોજના હતી. ગેંગસ્ટરથી ટેરર એસોસિએટ બનેલ રણદીપ સિંહ પંજાબનો કેટેગરી એ અપરાધી છે જેને બે વર્ષથી પોલીસ શોધી રહી હતી આરોપી આઇએસઆઇ સમર્થિત ભાગેડુ ખાલિસ્તાની આતંકી હરવિંદર સિંહ ઉર્ફે રિન્દાનો નજીકનો છે ધરપકડ કરાયેલ આરોપી રિન્દાની સાથે મળી કૌમ નામના મિશનનું કાવતરૂ રચી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *