પશ્ચિમબંગાળ
શિક્ષક ભરતી કૌભાંડમાં આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની ખાસ વ્યક્તિ અર્પિતા મુખર્જીની મુશ્કેલી વધી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પલેક્સથી અર્પિતાની ચાર લક્ઝરી ગાડીઓ ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સમાં ઇડીના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં કેશ ભરેલી છે. ઇડી આ આખા મામલે સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જાેકે આ દરમિયાન ઇડીએ અર્પિતાની એક મર્સિડીઝ કારને જપ્ત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ડાયમંડ સિટીથી જે કાર ગાયબ થઇ છે તેમાંથી બે કાર અર્પિતા મુખર્જીના નામે છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઈડ્ઢએ ૪૯ કરોડ રોકડ રિકવર કર્યા છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી ૨૦થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજાે પણ મળી આવ્યા હતા. ઇડીએ અર્પિતાના એક ફ્લેટથી લગભગ ૨૮ કરોડ અને પછી અન્ય એક ફ્લેટમાંથી ૨૧ કરોડ રોકડા મળી આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી કથિત સ્કૂલ ભરતી કૌભાંડમાં અર્પિતાની ધરપકડ કરી ચુકી છે. સરકારી સ્કૂલો અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં થયેલા કથિત શિક્ષક ભરતી કૌભાંડ સમયે પાર્થ ચેટર્જી પાસે શિક્ષા વિભાગનો પ્રભાર હતો. આ પછી તેમની પાસેથી આ પ્રભાર લઇ લેવામાં આવ્યો હતો. કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને ૩ ઓગસ્ટ સુધી ઈડ્ઢ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર ૪૮ કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે. ઈડ્ઢની રડારમાં આવેલ અર્પિતા મુખર્જીની વાત કરવામાં આવે તો અર્પિતા મુખર્જીએ ખૂંબ જ ટૂંકાગાળા માટે બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ ફિલ્મી કરિઅરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. તેણે બાંગ્લા ફિલ્મોની સાથે સાથે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસેનજીત અને લીડ રોલવાળી ફિલ્મોમાં પણ સાઈડ રોલ ભજવ્યા છે. ઉપરાંત અર્પિતા મુખર્જીએ બાંગ્લા ફિલ્મ અમર અંતકનાડમાં પણ અભિનય કર્યો છે. અર્પિતા મુખર્જી પાર્થ ચેટર્જીની નજીકની વ્યક્તિ – કહેવાય છે કે અર્પિતા મુખર્જી પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકની વ્યક્તિ છે. પાર્થ ચેટર્જી મમતા બેનર્જી સરકારમાં શિક્ષા મંત્રી રહી ચૂક્યા છે.
