West Bengal

કોલકાતામાં સીઆઈઈએફના જવાને ફાયરિંગ કરતાં ૧નું મોત

કોલકાતા
કોલકાતાના પાર્ક સ્ટ્રીટ સ્થિત ઇન્ડિયન મ્યુઝિમય બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રિપોર્ટ્‌સ અનુસાર સી.આઈ.ઈ.એફના એક જવાને એકે૪૭ રાયફલથી ફાયરિંગ કર્યું, જેમાં ૨ લોકોને ગોળી વાગી. ઘાયલોમાં સી.આઈ.ઈ.એફના એક કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે ડીએસપી રેંકના એક અન્ય અધિકારીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા પોલીસ કમાન્ડો અને અર્ધસૈનિક દળની સંયુક્ત ટીમ દ્વારા એક કલાકના લાંબા ઓપરેશન બાદ હુમલાખોરને પકડી લેવામાં આવ્યો. સંપૂર્ણ ઓપરેશનનું નેતૃત્વ શહેરના પોલીસ કમિશનર વિનીત ગોયલે કર્યું. માર્યા ગયેલા સીઆઇએસએફ કોન્સ્ટેબલની ઓળખ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રંજીત સરોંગી તરીકે કરવામાં આવી છે. સરકારી એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત સીઆઇએસએફ અધિકારીની ઓળખ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ રેંકના અધિકારી સુબીર ઘોષ તરીકે કરવામાં આવી છે. પોલીસ અથવા સીઆઇએસએફ અધિકારીઓએ હજુ સુધી હત્યારા જવાનની ઓળખનો ખુલાસો કર્યો નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ ૬.૩૦ કલાકે મ્યુઝિયમની અંદર અચાનક ગોળીબારનો અવાજ સંભળાવવા લાગ્યો. મ્યુઝિમની સામે સમાન્ય લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યાં સમાન્ય રીતે શનિવારના ભારે ભીડ જાેવા મળતી હોય છે. જાેકે, હજુ સુધી જાણવા મળ્યુ નથી કે કોઈ સામાન્ય નાગરીક ઇજાગ્રસ્ત થયો છે કે નહીં. તે પણ સ્પષ્ટ થયું નથી કે કયા કારણોસર સીઆઇએસએફ કર્મચારીએ ગોળીબાર કર્યો.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *