West Bengal

ટીએમસીના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે ઃ મિથુન ચક્રવર્તી

પશ્ચિમબંગાળ
પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં એન્ટ્રી કરનાર મિથુ ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ટીએમસીના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે ૨૧ ધારાસભ્યો તો સીધા મારા સંપર્કમાં છે. તેમના દાવા બાદ બંગાળની રાજનીતિમાં નવી આશંકા શરૂ થઈ ગઈ છે. મિથુન ચક્રવર્તીએ કહ્યુ કે જાે ટીએમસીના લોકો કહે છે કે અમે જનતાના પ્રેમથી જીત્યા છીએ તો પછી ડર કઈ વાતનો છે. મિથુન ચક્રવર્તીએ કહ્યુ, ‘હું તમને એક બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છું. મૃણમૂલ કોંગ્રેસના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમાંથી ૨૧ સીધા મારા સંપર્કમાં છે. તેમણે કહ્યું- જ્યારે હું મુંબઈમાં હતો. એક સવારે હું ઉઠ્‌યો અને સાંભળ્યું કે ભાજપ-શિવસેનાની સરકાર બનશે. જાે તે મહારાષ્ટ્રમાં કરી શકાય છે તો અહીં કેમ ન કરી શકાય?’ પરંતુ મિથુન ચક્રવર્તીના દાવાને સાચો માનવામાં આવે તો પણ ૩૮ ટીએમસી ધારાસભ્યો આવવા છતાં પણ ભાજપ સરકાર બનાવી શકશે નહીં. ભાજપની પાસે રાજ્યમાં હાલ ૬૯ ધારાસભ્યો છે અને ૩૮ અન્ય ધારાસભ્યો આવે તો પણ આંકડો ૧૦૭ સુધી પહોંચશે. તેમ છતાં ભાજપની સરકાર બનશે નહીં. રાજ્યની સત્તામાં આવવા માટે જાદુઈ આંકડો ૧૪૪નો છે. તેવામાં આ ધારાસભ્યો તૂટ્યા બાદ પણ ભાજપને ૩૭ અન્ય ધારાસભ્યોની જરૂર પડશે. મિથુન ચક્રવર્તીએ કહ્યુ કે ટીએમસી નેતાઓનો મતલબ ચોર છે. જનતા તેને મત આપી લાવી હતી. પરંતુ હવે રાજ્યમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે માત્ર ભગવાન બચાવી શકે છે. મિથુને કહ્યુ કે ભાજપ વિરુદ્ધ દરેક પ્રકારે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ તોફાનો કરાવે છે. ભાજપને મુસલમાન પસંદ નથી. ષડયંત્ર હેઠળ આ ફેલાવવામાં આવી રહ્યું છે. મને જણાવો ભાજપે છેલ્લા ૧ વર્ષમાં ક્યાં તોફાનો કર્યા છે. દેશના ૧૮ રાજ્યોમાં ભાજપની સત્તા છે. જાે તેને મુસલમાન પસંદ નથી તો ૩ સૌથી મોટા મેગાસ્ટાર મુસલમાન કેમ થઈ ગયા?

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *