કોલકાતા
આસનસોલ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ રાજેશ ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તેમને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં અનુબ્રત મંડલને જામીન આપવાની માંગ કરવામાં આવી છે, નહીં તો તેમના પરિવારને (એન.ડી.પી.એસ) કેસમાં ફસાવવામાં આવશે. સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સી.બી.આઈ) કોર્ટે શનિવારે કથિત પશુ દાણચોરી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસ (ટી.એમ.સી) નેતા અનુબ્રત મંડલની જામીન અરજી ફગાવી દીધી હતી અને કેન્દ્રીય એજન્સી માટે તેમની કસ્ટડી ૨૪ ઓગસ્ટ સુધી લંબાવી હતી. આસનસોલ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ રાજેશ ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તેમને અનુબ્રત મંડલને જામીન આપવા માટે ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાે જામીન આપવામાં આવશે નહીં તો તેના પરિવારને (એન.ડી.પી.એસ) કેસમાં ફસાવી દેવામાં આવશે. જણાવી દઈએ કે અનુબ્રત મંડલ તૃણમૂલ કોંગ્રેસના વીરભૂમ જિલ્લા એકમના અધ્યક્ષ છે અને ગૌ તસ્કરી કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ તેમના બોલપુર નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.
