પશ્ચિમબંગાળ
ભારત અને દુનિયાના સૌથી વૃદ્ધ વાઘ રાજાનું મોત થયું છે. એસકેબી રેસ્ક્યૂ સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું કે રાજાનું નિધન ૨૬ વર્ષની ઉંમરમાં થયું છે. રાજા વાઘને પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના ટાઇગર પુર્નવાસ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાજા દેશમાં લાંબા સમય સુધી જિવિત રહેનાર વાઘમાંથી એક છે. રોયલ બંગાળ ટાઇગર રાજાની ઉંમર ૨૬ વર્ષ ૧૦ મહિના ૧૮ દિવસની હતી અને તે ૨૩ ઓગસ્ટે ૨૭મો જન્મ દિવસ હતો. જાેકે જન્મ દિવસના ૪૦ દિવસ પહેલા દુનિયાને અલવિદા કહી દીધું છે. વન વિભાગે જન્મ દિવસ માટે તૈયારી પણ કરી લીધી હતી. એસકેબી બચાવ કેન્દ્રના મતે રાજા વાઘે સોમવારે સવારે ૩ કલાકે દમ તોડ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે ઘરડો હોવાના કારણે રાજા છેલ્લા ઘણા દિવસોથી ખાવાનું ખાઇ રહ્યો ન હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજાને ૨૦૦૬માં સુંદરવનમાંથી ઇજાગ્રસ્ત અવસ્થામાં પકડવામાં આવ્ચો હતો. આ પછી તેને પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના પુર્નવાસન સેન્ટર મોકલી દીધો હતો. જ્યા તેની સારવાર કરવામાં આવી હતી. વિભાગના મતે સુંદરવનમાં માતલા નદી પાર કરતા સમયે વાઘ પર મગરમચ્છે હુમલો કરી દીધો હતો. જેમાં તે ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયો હતો. જિલ્લાધિકારી સુરેન્દ્ર કુમાર મીણાએ જણાવ્યું કે રાજા વાઘ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો અને કેટલાક દિવસ પછી ખાવાનું અને પીવાનું છોડી દીધું હતું. રાજાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે જેના રિપોર્ટની રાહ જાેવાઇ રહી છે.