પશ્ચિમબંગાળ
મમતાનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ કોલકાતામાં એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા સ્વતંત્રતા સેનાની હતા. મમતા માત્ર ૧૭ વર્ષની હતી ત્યારે તેના પિતાનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું. જે બાદ પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ હતી. મમતાએ દૂધ વેચીને પોતાના ભાઈ-બહેનોનો ઉછેર કર્યો અને પોતાનો અભ્યાસ પોતે પૂરો કર્યો. મમતા બેનર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી લો અને માસ્ટર ઓફ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. મમતાએ માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૫ વર્ષની ઉંમરે, તેમણે જાેગમાયા દેવી કોલેજમાં વિદ્યાર્થી પરિષદ યુનિયનની સ્થાપના કરી, જે કોંગ્રેસ (ૈં)ની વિદ્યાર્થી પાંખ હતી અને ચૂંટણીમાં ડાબેરી પક્ષોની વિદ્યાર્થી પાંખને હરાવી હતી. મમતા બેનર્જી ૭૦ના દાયકામાં કોલેજમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજનીતિમાં સક્રિય થઈ અને બહુ જલ્દી પાર્ટીમાં તેમનું કદ પણ વધી ગયું. તેમને મહિલા કોંગ્રેસના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી ૧૯૮૪માં કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. તે સમયે, સીપીએમના સોમનાથ ચેટર્જી રાજકારણના એટલા મજબૂત હતા કે કોઈ પણ નવા રાજકારણી માટે તેને હરાવવાનું અશક્ય માનવામાં આવતું હતું. પરંતુ ૧૯૮૪માં મમતાએ સામાન્ય ચૂંટણી લડી અને જાદવપુર લોકસભા બેઠક પરથી સોમનાથ ચેટર્જીને હરાવ્યા. ચૂંટણી જીતવા સાથે, મમતા ૧૯૮૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતની સૌથી યુવા સાંસદ બની હતી. આ પછી, ૧૯૯૧માં, બેનર્જી રાવ સરકારમાં માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો, રમતગમત અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી હતા. ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં મમતા બેનર્જીએ કોલકાતા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી હતી. ૧૯૯૩માં મમતા બેનર્જીએ રમતગમત મંત્રાલયમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, ૧૯૯૭માં, તેણે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી બનાવી અને કોંગ્રેસથી અલગ થઈ ગઈ. ૧૯૯૯માં તે દ્ગડ્ઢછનો ભાગ બની અને રેલ્વે મંત્રી બની. જાેકે, ૨૦૧૧માં મમતાએ પણ દ્ગડ્ઢછથી અલગ થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૧માં ટીએમસીના પ્રમુખ બનીને, ડાબેરી પક્ષોની દાયકાઓ જૂની સત્તાને ઉથલાવીને, પશ્ચિમ બંગાળમાં નવો સૂર્ય ઉગ્યો અને રાજ્યમાં પોતાની સરકાર બનાવી, મુખ્યમંત્રી બન્યા. અહીંથી જ મમતા બેનર્જીની જીતનો તબક્કો શરૂ થયો, તેમણે ફરી પાછું વળીને જાેયું નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ મમતા બેનર્જીને તેમના ૬૭માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટ કરીને કેજરીવાલે દીદીના લાંબા આયુષ્ય, સફળતા અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ‘દીદી’ તરીકે જાણીતી મમતા બેનર્જીનો આજે ૬૭મો જન્મદિવસ છે. ૧૫ વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા પછી, ૧૯૮૪ની સામાન્ય ચૂંટણીમાં સૌથી નાની વયે સાંસદ બનવા અને પછી ડાબેરી પક્ષોના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાંથી તેમને બહારનો રસ્તો બતાવવાની મમતા બેનર્જીની સફર ખૂબ જ રસપ્રદ રહી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમના જન્મદિવસના અવસર પર ટિ્વટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે.
