West Bengal

બાબુલ સુપ્રિયો સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપીને શપથ અપાવ્યા

કોલકત્તા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભાજપમાંથી ટીએમસીમાં આવેલા બાબુલ સુપ્રિયો સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સુપ્રિયો સિવાય સ્નેહાસિસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજૂમદાર, તાજમુલ હુસૈન અને સત્યજીત બર્મનને રાજ્યપાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાવ્યા છે. તો આદિવાસી નેતા બીરબાહા હાસંદા અને બિપ્લબ રોય ચૌધરીએ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા છે. મંત્રીમંડળમાં આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે સ્કૂલ નોકરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ દ્વારા પાર્થ ચેટર્જીને ધપરકડને લઈને વિપક્ષના નિશાન પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીને પદ પરથી હટાવી દીધા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, સંસદીય કાર્ય સહિત પાંચ મહત્વના વિભાગોના પ્રભારી હતી. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ સોમવારે પોતાના પાર્ટીના સંગઠમાં મોટો ફેરફાર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ બુધવારે થશે. તેમણે ત્યારે કહ્યું હતું કે મંત્રીમંડળમાં ચાર-પાંચ નવા ચહેરાને સામેલ કરવામાં આવશે અને એટલા વર્તમાન મંત્રી પાર્ટી કાર્યમાં લગાવવામાં આવશે. કેટલાક મંત્રીઓના વિભાગ પણ બદલવામાં આવી શકે છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *