West Bengal

માનવતાને શર્મસાર કરે તેવી ઘટના આવી છે સામે જેમાં ગર્ભવતી ગાયની સાથે એક વ્યક્તિએ બળાત્કાર કર્યો

કોલક્ત્તા
પશ્ચિમ બંગાળમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. આ સમાચાર વાંચીને તમારૂ માથુ પણ શરમથી ઝુકી જશે. અહીં ૨૯ વર્ષીય એક વ્યક્તિની બુધવારે ગર્ભવતી ગાય સાથે બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટના દક્ષિણ ૨૪ પરગના જિલ્લાના નામખાના પ્રખંડના ઉત્તરી ચંદનપિડી વિસ્તારની છે. ગર્ભવતી ગાયના માલિક દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી પ્રદ્યુત ભુઇયાની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનીક અને પોલીસ સૂત્રો અનુસાર, ઉત્તરી ચંદનપિડીના રહેવાસી આરતી ભુઇયા અને તેના પરિવારે ફરિયાદ કરી હતી કે તેનો પાડોશી પ્રદ્યુત થોડા દિવસ પહેલા તેના ઘરની પાછળ પશુશાળામાં ઘુસ્યો અને તેની એક ગાયની સાથે બર્બરતાપૂર્વક બળાત્કાર કર્યો. ફરિયાદીએ કહ્યું કે લગભગ અડધી રાત્રે બળાત્કાર બાદ વધુ લોહી નિકળવાને કારણે ગાયનું મોત થઈ ગયું હતું. આરોપી પ્રદ્યુત વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેને મંગળવારે કાકદ્વીપ અનુમંડળ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને ૧૪ દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ચંદનપિડી ગામના એક વ્યક્તિએ કહ્યું- પ્રદ્યુત વિરુદ્ધ અનેક આરોપ છે. તે પહેલા ખેતરમાં બકરીઓ, વાહન અને શાકભાજીની ચોરી કરી ચુક્યો છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *