બેંગલુરુ
કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં કોઈ ર્નિણય થઈ શક્યો નહીં. ચીફ જસ્ટિસ રીતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ. ખાજીની બેન્ચ સામે મુસ્લિમ વિદ્યાર્થિનીઓના વકીલોએ દલીલ કરી હતી. વિદ્યાર્થિનીઓ તરફથી વકીલ દેવદત્ત કામતે કહ્યું કે, હિજાબ ધાર્મિક કટ્ટરતાનું પ્રદર્શન કરવાની પરંપરા નથી. તેની સાથે સુરક્ષા અને આસ્થા જાેડાયેલી છે. સ્કૂલોએ સ્વૈચ્છિક અભિવ્યક્તિની મંજૂરી આપવી જાેઈએ. યુનિફોર્મ ઉપર હિજાબની છૂટ આપવાથી ડ્રેસ કોડની અવહેલના નહીં થાય. સ્કૂલોએ સકારાત્મક પગલાં લેવા જાેઈએ અને ક્યારેક વિદ્યાર્થીઓને સુખદ વાતાવરણ આપવાના ઉપાય પણ કરવા જાેઈએ. હિજાબને થોડો સમય પણ નકારવાથી એવો સંદેશ જશે કે, તેમના ધર્મને બહાર રખાયો છે અને તેનું સ્વાગત નથી કરાતું. આ દરમિયાન કામતે દક્ષિણ આફ્રિકાની કોર્ટનો દક્ષિણ ભારતીય મૂળની હિંદુ યુવતી સાથે સંકળાયેલા ર્નિણયનો પણ ઉલ્લેખ કર્યો. ત્યાં એ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો કે, શું સોનાલી પિલ્લાઈ સ્કૂલમાં નથણી પહેરી શકે? ત્યારે સ્કૂલે કહ્યું હતું કે, જાે યુવતીને તે પહેરવાની મંજૂરી આપીશું, તો તે ‘ભયાનક પરેડ’ જેવું લાગશે. આ અંગે કામતે કહ્યું કે, એ કેસમાં યુવતીની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. તેમાં કોર્ટે કહ્યું હતું કે, જાહેરમાં ધર્મ અને સંસ્કૃતિનું પ્રદર્શન ભયાનક પરેડ ના કહી શકાય, પરંતુ તેમાં વૈવિધ્યતાનો આનંદ છે, જે આપણી સ્કૂલો અને આપણા દેશને પણ સમૃદ્ધ કરશે. આ મુદ્દે બુધવારે પણ સુનાવણી ચાલુ રહેશે. હિજાબ કેસમાં કામતે તર્ક આપ્યો કે, રુદ્રાક્ષ ધારણ કરવા કે કપાળ પર તિલક કરવું કે સિંદુર લગાવવું પણ આસ્થાનો જ મામલો છે. લોકો તે લગાવીને પરમાત્માથી સુરક્ષિત અને સૃષ્ટિના રચયિતા સાથે જાેડાણ અનુભવે છે. હિજાબ સામે કોઈ ભગવો ખેસ ધારણ કરે છે, તો તેમણે એ કહેવું પડશે કે શું તે એકલું ધાર્મિક ઓળખનું પ્રદર્શન છે કે બીજું કંઈ. જાે તે શાસ્ત્રોમાં સ્વીકૃત છે, તો તેની રક્ષા આપણું કર્તવ્ય છે.કામતે માન્યું કે, ભારત બંધારણીય ધર્મનિરપેક્ષતાને અનુસરે છે. અહીં તૂર્કી જેવી નકારાત્મક ધર્મનિરપેક્ષતા નથી. આપણી ધર્મનિરપેક્ષતા એ સુનિશ્ચિત કરે છે કે, તમામ લોકોના ધાર્મિક અધિકારો સુરક્ષિત રહે.