બેંગ્લુરું
કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો રાજ્ય સરકારનો ર્નિણય યોગ્ય ઠેરવ્યો હતો અને હિજાબને પડકારતી તમામ અરજીઓ નકારી દીધી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિજાબ પહેરવો કોઈ ધાર્મિક પ્રથા નથી. કર્ણાટકમાં ઘણા સમયથી શાળા-કોલેજાેમાં હિજાબનો મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે મંગલુરૂ સ્થિત કોલેજે ૩૪ વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. આ તમામ છાત્રોએ હિજાબ બેનનો વિરોધ કર્યો હતો. તમામ વિદ્યાર્થિનીઓ ઉપ્પિનંગડી સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજની છે. તેના પર ગાઇડલાઇનનું પાલન ન કરવાનો આરોપ છે. સસ્પેન્ડ કરાયેલી આ ૨૪ વિદ્યાર્થિનીઓએ પાછલા સપ્તાહે હિજાબ પ્રતિબંધ અને સરકારના આદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ક્લાસનો બહિષ્કાર પણ કર્યો હતો. તેને જાેતા કોલેજ કમિટીએ ગાઇડલાઇનનું પાલન ન કરતા આ વિદ્યાર્થિનીઓેને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લીધો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં પણ સાત વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે મીડિયાએ આ માહિતી કવર કરી તો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક સરકારે સ્કૂલો અને કોલેજાે માટે દિશાનિર્દેશ જાહેર કર્યાં ચે, જેમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ પહેરવો ફરજીયાત કરી દીધો છે. તો એક વર્ગ હિજાબ પહેરીને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશની મંજૂરી માંગી રહ્યો છે.
