કોલકતા
તુર્કીના એક વિમાનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટે ઈસ્તાંબુલથી સિંગાપોર માટે ઉડાન ભરી હતી. પરંતુ ફ્લાઈટની વચ્ચે જ એક મુસાફરની તબિયત બગડી ગઈ, જેના પછી ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે ફ્લાઇટમાં ૬૯ વર્ષના એક વૃદ્ધની તબિયત અચાનક બગડી હતી. તેના નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. પરિસ્થિતિને જાેતા પાયલોટે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ત્યારબાદ ટીકે-૦૫૪ એરક્રાફ્ટ કોલકાતામાં લેન્ડ થયું અને બીમાર મુસાફરને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. થોડા કલાકો પછી તે તુર્કીનું વિમાન ફરીથી ઉડાન ભરી અને સિંગાપોર માટે રવાના થયું. છેલ્લા કેટલાક મહિનામાં ઘણા પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ જાેવા મળ્યું છે. ભારતમાં જ ઘણી એરલાઈન્સનું વારંવાર ઈમરજન્સી લેન્ડિંગ થયું છે. ભલે તે સ્પાઈસ જેટ પ્લેન હોય કે ઈન્ડિગો. પરંતુ આ વખતે એક મુસાફરના કારણે તુર્કીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મુસાફરની તબિયત અંગે કોઈ માહિતી બહાર આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર જ પેસેન્જરને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
