West Bengal

ગંગા સાગર મેળા માટે વહીવટીતંત્ર એલર્ટ

પશ્ચિમબંગાળ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગંગાસાગર મેળાની મુલાકાત લેતા યાત્રિકોને કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી. આ સાથે તેમણે વહીવટીતંત્રને વાર્ષિક મેળામાં ગંગા સાગર દ્વીપ પર વધારે લોકોને ન મોકલવા જણાવ્યું હતું. તેમણે યાત્રાળુઓને દક્ષિણ ૨૪ પરગણાના સાગર દ્વીપ સુધી પહોંચવા માટે વાહનોની ભીડ ન કરવા વિનંતી કરી. ડબલ માસ્ક પહેરો અને વહીવટીતંત્રને સહકાર આપો. જરૂર પડે તો પોલીસની મદદ લો. આ સાથે તેણે કહ્યું કે હું સાધુ સહિત તમામ ભક્તોને વિનંતી કરું છું કે મેળો નાનો રાખો, કારણ કે કોરોના ઝડપથી વધી રહ્યો છે. અવતરમ ઘાટ પર મેળાનું ઉદ્‌ઘાટન કરતી વખતે તેમણે કહ્યું કે હું પ્રશાસનને વિનંતી કરું છું કે ગંગાસાગર મેળામાં વધુ લોકોને ન મોકલો. આ સાથે હું યાત્રાળુઓને વિનંતી કરું છું કે તેઓ સાગર દ્વીપ સુધી પહોંચવા માટે વાહનોની ભારે ભીડ ન કરે. ગંગાસાગર મેળામાં અન્ય રાજ્યોમાંથી આવતા તમામ ભક્તોનું હું સ્વાગત કરું છું. કોરોનાથી બચવા માટે ડબલ માસ્ક લગાવો. ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને જસ્ટિસ કે. ડી. ભુટિયાની ડિવિઝન બેન્ચે પૂર્વ જસ્ટિસ સમસ્તી ચેટર્જી અને પશ્ચિમ બંગાળ કાનૂની સેવા સત્તામંડળના સચિવનો સમાવેશ કરતી બે સભ્યોની સમિતિ તરીકે તેનું પુનઃરચના કર્યું. કોલકાતા હાઈકોર્ટે મંગળવારે સાગર દ્વીપમાં ગંગાસાગર મેળામાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પ્રતિબંધોના પાલનની દેખરેખ રાખવા માટે ૭ જાન્યુઆરીએ રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિમાંથી રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને કાઢી મૂક્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીને સમિતિમાં સામેલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.ગંગા સાગર મેળામાં પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ સામે રક્ષણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. દક્ષિણ ૨૪ પરગણાના ડીએમ પી ઉલાગનાથને જણાવ્યું હતું કે તમામ પ્રવેશ સ્થળો પર તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ભીડને કાબૂમાં લેવા માટે વ્યાપક વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. સાથે જ રેન્ડમ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મેળાની આસપાસ ટેસ્ટિંગ કિઓસ્ક પણ ગોઠવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *