પશ્ચિમબંગાળ,
પશ્ચિમ બંગાળમાં પણ લોકો પ્રાથમિક શાળાઓ ખોલવાની રાહ જાેઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે પ્રાઈમરી વર્ગો માટે શાળાઓ ફરીથી ખોલવાનો ર્નિણય કોરોનાની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી જ લેવામાં આવશે અને તેના માટે હજુ સમય છે. પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળાને ફરીથી ખોલવાના સંદર્ભમાં સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, સરકાર કોઈપણ ર્નિણય લેતા પહેલા થોડા દિવસો રાહ જાેશે. કારણ કે આ બાળકો માટે સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય કેટલાક નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે. તેથી સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએમ મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, જાે મૂલ્યાંકન પછી એવું જાણવા મળે છે કે કોરોના વધુ ચિંતાજનક નથી, તો તે સ્થિતિમાં ર્જીંઁ મુજબ શાળાઓને પ્રાઈમરી વર્ગો માટે ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓને વૈકલ્પિક દિવસોમાં ઑફલાઇન વર્ગોમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ફરી ખોલવાની અપેક્ષા છે. કારણ કે ૩ ફેબ્રુઆરી, ૨૦૨૨થી વર્ગ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ અને કોલેજાેમાં ઑફલાઇન વર્ગો ફરી શરૂ થયા છે. આ સાથે સરકારે ધોરણ ૭ સુધીના વિદ્યાર્થીઓ માટે ‘ઓપન-એર’ની પહેલ પણ શરૂ કરી છે. દરેક વસ્તુનું મૂલ્યાંકન કર્યા પછી જાે તમામ પક્ષોને લાગે છે કે તે સુરક્ષિત છે, તો પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળા ફરી શરૂ થવાની અપેક્ષા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો મુંબઈ, દિલ્હી, હરિયાણા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી છે. ઘણા રાજ્યોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં યોજાવા જઈ રહી છે.
