પશ્ચિમબંગાળ
મમતા સરકાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે- બંગાળમાં લો એન્ડ ઓર્ડર પર કોર્ટને પણ વિશ્વાસ નથી. જાે કે, અર્જુન ચોરસિયાના મોત મામલે બીજેપી કડક વલણ અપનાવી રહી છે. તમને જણાવી દઇએ કે, કોલકાતાના ચિતપુરમાં ભાજપ નેતા અર્જુન ચોરસિયાનો રહસ્યમય સ્થિતિમાં લટકતો મૃતદેહ મળ્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. એવા સમયમાં આ ઘટનાએ રાજકારણ ગરમાવી દીધું છે. ઉત્તર કોલકાતા ભાજપ અધ્યક્ષ કલ્યાણ ચૌબેએ કહ્યું કે, શુક્રવાર સવારે ભાજપ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષનો મૃતદેહ મળ્યો હતો. તેમણે કહ્યું કે અમે તેમના નેતૃત્વમાં ૨૦૦ બાઈક રેલીનું આયોજન કરવાની યોજના બનાવી હતી. પરંતુ આજે શુક્રવારની સવારે આ સમાચાર સાંભળીને વિશ્વાસ થઈ રહ્યો નથી. ભાજપ નેતા દિલીપ ઘોષે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ભાજપે અહીં જીતવાનું શરૂ કર્યું, અમારા કાર્યકર્તાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ૨૦૦ થી વધારે લોકોના મોત થયા છે. આ રીતે અમારી પાર્ટીના કાર્યકર્તાને મોતને ઘાટ ઉતારી ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે.ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ પશ્ચિં બંગાળના પ્રવાસે છે. અમિત શાહે તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા અને મૃતક ભાજપના યુવા કાર્યકર્તા અર્જુન ચોરસિયાના પરિવારને મળવા પહોંચ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું- અર્જુન ચોરસિયાની હત્યા કરવામાં આવી છે. અમિત શાહે અર્જુન ચોરસિયાના મોત મામલે સીબીઆઇ તપાસ કરાવવા કહ્યું છે. બંગાળમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે.
