West Bengal

સાઉથ અભિનેત્રી નયનતારાના લગ્નમાં ૧ લાખ અનાથ-વૃદ્ધોને ભોજન

ચેન્નાઈ
સાઉથની સ્ટાર નયનતારા અને પ્રોડ્યુસર વિગ્નેશ શિવાને ગુરુવારે ચેન્નાઈમાં મેરેજ કર્યા હતા. સોશિયલ મીડિયા પર કેટરિના કૈફ, સામંથા રૂથ પ્રભુ સહિત અનેક સેલિબ્રિટીઝે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે બોલિવૂડના કિંગ શાહરૂખ અને સાઉથના સમ્રાટ રજનીકાંતે સેરેમની એટેન્ડ કર્યો હતો. મંગળવારે વિગ્નેશે મેરેજ ડેટ એનાઉન્સ કરી હતી અને ગુરુવારે તેમણે મેરેજ કર્યાં છે. મેરેજ બાદ એક લાખ અનાથ-વૃદ્ધોને ભોજન કરાવાયું હતું. ક્લોઝ ફ્રેન્ડ્‌સ અને ફેમિલીની હાજરીમાં મેરેજ થયા હતા. આ પ્રસંગે બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રેટીઝ સાથે જાેવા મળી હતી. રજનીકાંત, શાહરૂખ ખાન, સુર્યા, વિજય જેવા પોપ્યુલર એક્ટર્સ અને મણીરત્નમ, એટલી અને બોની કપૂર જેવા ફિલ્મમેકર્સ મહાબલીપુરમ ખાતે લક્ઝુરિયસ રિસોર્ટમાં યોજાયેલા મેરેજ એટેન્ડ કર્યા હતા. વેડિંગમાં વિગ્નેશે કુર્તા અને શાલ સિલેક્ટ કર્યા હતા, જ્યારે નયનતારાએ પણ ટ્રેડિશનલ ડ્રેસ પસંદ કર્યો હતો. ડિઝાઈનર મોનિકા અને કરિશ્માએ વર-વધૂના નામ સાથેના ડ્રેસ તૈયાર કર્યા હતા અને તેને હાથવણાટના કારીગરો પાસે બનાવડાવ્યા હતા. નયનતારા અને વિગ્નેશ તિરુપતિમાં વેડિંગ સેરેમની રાખવા માગતા હતા, પરંતુ તે શક્ય બન્યુ ન હતું. તેથી લગ્નની વિધિ માટે તેમણે તિરુપતિથી પૂજારીઓને બોલાવ્યા હતા. અલગ-અલગ મંદિરોમાંથી ૧૦ પૂજારીએ હિન્દુ વિધિ પ્રમાણે પરંપરાગત લગ્ન કરાવ્યા હતા. સવારે ૮.૩૦થી ૧૦.૩૦ દરમિયાન લગ્નની વિધિ થઈ હતી. સવારે મેરેજ બાદ નવદંપતિ દ્વારા તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં એક લાખ લોકોને જમાડવામાં આવ્યા હતા. રાજ્યના મહત્ત્વના મંદિરો, અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં રહેતા લોકો સાથે ખુશીઓ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.

Entertainment-Nayanthara-Vignesh-Shivan-Marriage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *