પશ્ચિમબંગાળ
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે સોમવારથી તમામ શાળાઓ, કોલેજાે, યુનિવર્સિટીઓ સહિત સ્પા, સલૂન, બ્યુટી પાર્લર, સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ કરવાનુ આહ્વાન કર્યુ છે.ઉપરાંત તમામ સરકારી અને ખાનગી કચેરીઓ ૫૦ ટકા ક્ષમતાથી જ કામ કરે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ હવેથી તમામ વહીવટી બેઠકો વર્ચ્યુઅલ મોડ દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યારે વધતા સંક્રમણને પગલે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર સતર્ક જાેવા મળી રહી છે.કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે રાજ્યમાં સોમવારથી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજાે અને યુનિવર્સિટીઓ ફરીથી બંધ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વાર વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લેવા મજબુર બન્યા છે. જ્યારે બીજી તરફ કેટલીક શાળા હજુ પણ બેદરકારી દાખવી રહ્યુ છે. સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે સિલીગુડીમાં એક રંગારંગ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.જેને પગલે હાલ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કોરોના મહામારી વચ્ચે શોભાયાત્રાના ર્નિણયને લઈને સ્કૂલ મેનેજમેન્ટના ર્નિણય પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાે કે બીજી તરફ સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલના વહીવટી અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓએ માસ્ક પહેરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. કોઈને બળજબરીથી શાળામાં લાવવામાં આવ્યા ન હતા. ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ૭૫મા વર્ષ નિમિત્તે આવતીકાલથી વિવિધ કાર્યક્રમોનું પણ શાળામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આરોગ્ય તંત્રએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.