International

અમેરિકામાં પાંચમાંથી એક મહિલાએ ગર્ભપાત કરાવ્યો

વોશીંગ્ટન
વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રીય સ્તર પર ગર્ભપાતના આંકડા ૧૯૭૩માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ સૌથી ઓછો હતો. કોર્ટે ૧૯૭૩ના પોતાના ચુકાદમાં દેશભરમાં ગર્ભપાતની પ્રક્રિયાને કાયદેસર બનાવી હતી. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦માં પ્રતિ પાંચ ગર્ભવતી મહિલાઓમાંથી એક મહિલાએ ગર્ભપાત કરાવ્યો હતો. આ આંકડો એવા સમયે વધી રહ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટ ૧૯૭૩ના ચુકાદાને બદલી દેવાની તૈયારીમાં છે. જાેર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્વાસ્થ્ય કાયદા અને નીતિના પ્રોફેસર સારા રોસેનબઉમે કહ્યું કે ગર્ભપાત કરાવતી મહિલાઓની સંખ્યા એક જરૂરિયાત દર્શાવે છે અને એ વાતને દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટનો ર્નિણય એક અત્યંત મહત્વપૂર્ણ સેવા સુધી પહોંચવા માટે કેટલું વિનાશકારી હોઈ શકે છે. ગુટ્ટમારક ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, ૨૦૨૦માં સામે આવેલા આંકડામાંથી ૫૪ ટકા મહિલાઓએ ગર્ભપાત માટેની દવાઓનો સહારો લીધો, જેમાં તેમણી ગર્ભપાત ગોળી વગેરી લીધી. સત્તાવાર આંકડા અનુસાર, ૨૦૨૦માં ગર્ભપાતનો દર ૧૫-૪૪ વર્ષ વચ્ચે પ્રતિ ૧૦૦૦ મહિલાઓ પર ૧૪.૪ હતી, જે ૨૦૧૭માં પ્રતિ ૧૦૦૦ મહિલાઓએ ૧૩.૫ હતો. પશ્ચિમમાં ગર્ભપાતમાં ૧૨ ટકા, મિડવેસ્ટમાં ૧૦ ટકા, દક્ષિણમાં ૮ ટકાની વૃદ્ધિ થઈ છે.અમેરિકામાં ગર્ભપાત કરાવવાના કેસોમાં વૃદ્ધિ થઈ છે. લાંબા સમય સુધી ઓછા કેસો નોંધાયા બાદ ગર્ભપાતના મામલાની સંખ્યામાં ૨૦૧૭ની તુલનામાં ૨૦૨૦માં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગર્ભપાતના અધિકારોનું સમર્થન કરનાર એક સંશોધન સમૂહ ‘ગુટ્ટમારક ઈન્સ્ટિટ્યૂટ’ના રિપોર્ટ અનુસાર ૨૦૨૦માં અમેરિકામાં ૯,૩૦,૦૦૦થી વધુ ગર્ભપાતના મામલા સામે આવ્યા, જ્યારે આ આંકડો ૨૦૧૭માં લગભગ ૮,૬૨,૦૦૦ હતો.

International-USA-One-in-five-women-in-the-United-States-had-an-abortion.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *