ઇઝરાયેલ
આ ફ્લોરોના કોઈ નવી બીમારી કે નવું વેરિઅન્ટ નથી. પણ આ ડબલ ઈન્ફેક્શન કહેવામાં આવી રહ્યું છે. આમાં, દર્દીને કોવિડ-૧૯ વાયરસની સાથે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ બંનેનો ચેપ લાગે છે, જે તેને કોવિડ-૧૯ કરતા બમણો ખતરનાક બનાવી શકે છે. માર્ચ ૨૦૨૦માં વિશ્વમાં કોવિડ-૧૯ રોગચાળો શરૂ થયા પછી આ પ્રકારનું સંક્રમણ પ્રથમ વખત જાેવા મળ્યું છે.વામાં આવી જે કોરોનાની રસીની સાથે લઈ શકાય છે. દુનિયામાં ઓમિક્રોનના ફેલાવાને જાેતા ઇઝરાયેલ સરકારની આ રીતની સાવચેતીને યોગ્ય માનવામાં આવી રહી છે. જાેકે હજુ પણ ફ્લોરોના વિશે વધુ વિશ્લેષણ કરવાની જરૂર છે, પરંતુ દરેક સંભવિત સાવચેતી મોટી સમસ્યાથી બચાવી શકે છે. રોગપ્રતિકારક તંત્ર ખરાબ હોવાની સ્થિતિથી સંભવ છે કે આ સંક્રમણથી ખૂબ જ ગંભીર લક્ષણો વિકસિત થઈ જાય. આમાં કોવિડ-૧૯ના અન્ય લક્ષણો સિવાય હૃદયના સ્નાયુમાં દુખાવો અથવા બળતરા જેવી સ્થિતિ પણ સામેલ છે. બે વાયરસથી સંક્રમિત થવાથી રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ જ ખરાબ અસર થવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં નિવારક પગલાં પર ભાર મૂકવો જરૂરી બની જાય છે અને જેમણે રસી નથી લીધી તેમને પણ વહેલામાં વહેલી તકે રસી અપાવી દેવી જાેઈએ. ફ્લોરોનામાં ઝડપથી ફેલાવાના લક્ષણો છે જેથી તમામ ખતરનાક અને ક્રોનિક રોગોના દર્દીઓએ તેમની સ્થિતિ પર નજર રાખવી જાેઈએ. નોંધનીય છે કે જે મહિલામાં ફ્લોરોનાના લક્ષણો જાેવા મળ્યા છે તેણે પોતે કોવિડની રસી નથી લીધી. આવી સ્થિતિમાં, કોવિડ રસીના વ્યાપક અમલીકરણની જરૂરિયાત વધે છે. કારણ કે ઓમિક્રોન વાયરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે ઈન્ફ્લુએન્ઝાની સાથે મળીને ક્યારે ફ્લોરોના બની જશે તે અંગે કંઈ કહી શકાય નહીં.ઇઝરાયેલમાં એક નવા પ્રકારનું સંક્રમણ જાેવા મળ્યું છે. તેને કોરોનાવાયરસ અને ઈન્ફલ્યુએન્ઝાના મિશ્ર સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ સંક્રમણ વિશે માહિતી આપતાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફ્લોરોના નામનું આ ડબલ ઇન્ફેક્શન છે જે એક ગર્ભવતી મહિલામાં જાેવા મળ્યું છે જે પોતાના બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. પહેલાથી જ વિશ્વમાં ઓમિક્રોનનો કહેર ફેલાયેલો છે એમાં હવે આ નવા રોગના આગમનને કારણે ઘણી આશંકાઓ ઉભી થવા લાગી છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસના સંક્રમણમાં ન્યુમોનિયા, માયોકાર્ડિટિસ જેવા ઘણા ગંભીર લક્ષણો જાેવા મળે છે, જેને કારણે ઘણીવાર દર્દીનું મોત પણ થઈ શકે છે. કોવિડ-૧૯ સાથે આના સંક્રમણથી ગભરાટ જેવું વાતાવરણ સર્જાવાની સંભાવના વધી રહી છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલય અને રોગ નિયંત્રણ કેન્દ્રએ ચેતવણી જારી કરી છે કે આ સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે અથવા ફેલાઈ રહ્યો છે, જયારે કે છેલ્લા એક અઠવાડિયાથી ૧૮૦૦થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ સંસ્થાઓએ ફ્લોરોનાના લક્ષણો વિશે પણ માહિતી આપી છે. ડેટા દર્શાવે છે કે આ બેવડા ચેપ સાથે ઘણા ગંભીર લક્ષણો જાેવા મળી શકે છે. આ લક્ષણો ન્યુમોનિયા સહિત અન્ય શ્વસન સંબંધી સમસ્યાઓ સાથે માયોકાર્ડિટિસ પણ થઈ શકે છે. આને કારણે, જાે યોગ્ય આરોગ્ય સંભાળ ન લેવામાં આવે તો દર્દીના મૃત્યુનું જાેખમ ઘણું વધી જાય છે.


