વોશિંગ્ટન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકૃત માલિક તરીકે એલન મસ્ક એક્શનમાં આવી ગયા છે. તેમણે ગુરુવારે પ્રમુખ ટિ્વટર અધિકારીઓને ફાયર કર્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ, સીએનબીસી, વોલ સ્ટ્રીટ જર્નલ, વોશિંગ્ટન પોસ્ટ અને અન્ય આઉટલેટ્સના રિપોર્ટ્સ મુજબ મસ્કે સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ, જનરલ કાઉન્સિલ સીન એડગેટ અને કાનૂની નીતિ, ટ્રસ્ટ અને સુરક્ષાના પ્રમુખ વિજયા ગડ્ડેને કાઢી મૂક્યા છે. અત્રે જણાવવાનું કે ગડ્ડેએ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને કાયમી રીતે સસ્પેન્ડ કરવાનો ર્નિણય લીધો હતો. એલન મસ્કે આ વર્ષ ૧૩ એપ્રિલના રોજ ટિ્વટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ૫૪.૨ ડોલર પ્રતિ શેરના રેટથી ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ ત્યારે સ્પામ અને ફેક એકાઉન્ટ્સના કારણ તેમણે આ ડીલને હોલ્ડ પર રાખી હતી. ત્યારબાદ ૮ જુલાઈના રોજ મસ્કે ડીલ તોડવાની જાહેરાત કરી. ત્યારબાદ ટિ્વટરે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ પછી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં મસ્કે પોતાનું સ્ટેન્ડ બદલ્યું અને ફરીથી ડીલને પૂરી કરવા માટે તૈયાર થઈ ગયા. આ બધા વચ્ચે ડેલાવેર કોર્ટે ૨૮ ઓક્ટોબર સુધી ડીલ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. એલન મસ્કે એક દિવસ પહેલા જ ટિ્વટરની ઓફિસમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. સમાચાર એજન્સી રોયટર્સે આ મામલા સંલગ્ન જાેડાયેલા લોકોના હવાલે જણાવ્યું કે મસ્કે ટિ્વટરના સીઈઓ પરાગ અગ્રવાલ, ઝ્રર્હ્લં નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગાડ્ડેને બહારનો રસ્તો દેખાડી દીધો. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટની સંખ્યા અંગે તેમને અને ટિ્વટર રોકાણકારોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યારે ટિ્વટર સાથે એલન મસ્કની ડીલ પૂરી થઈ ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં જ હાજર હતા. ત્યારબાદ તેમને ઓફિસની બહારનો રસ્તો દેખાડાયો. જાે કે તેને લઈને ટિ્વટર, એલન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એલન મસ્કે ૨૭ ઓક્ટોબર એટલે કે ગઈ કાલે ટ્વટિર ઓફિસમાં ટહેલતા પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. તેમણે ટિ્વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાના કરારને પૂરો કરવા માટે શુક્રવારની સમયમર્યાદાના બે દિવસ પહેલા જ બુધવારે આ વીડિયો શેર કર્યો. મસ્કે પોતાની ટિ્વટર પ્રોફાઈલમાં પણ ફેરફાર કર્યો અને પોતાના ખાનગી વિવરણમાં ટ્વીટ પ્રમુખ લખ્યું. તેમણે પોતાની પ્રોફાઈલ પર પોતાના સ્થાનને પણ બદલીને ટિ્વટર મુખ્યાલય કરી નાખ્યું. મસ્ક વીડિયોમાં ટ્વટિર ઓફિસના પરિસરમાં એક ‘સિંક’ લઈને જતા જાેવા મળ્યા હતા.
