ઉતરકોરિયા
ઉત્તર કોરિયાના પૂર્વ નેતા અને કિમ જાેંગ-ઉનના પિતા કિમ જાેંગ-ઈલના નામ પરથી એક ફૂલનું નામ ‘કિમજાેંગિલિયા બેગોનિયા’ રાખવામાં આવ્યું છે. ૧૬ ફેબ્રુઆરીએ કિમ જાેંગ-ઇલની જન્મજયંતિ પહેલા માળીઓને હજારોની સંખ્યામાં આ ફૂલો ખીલાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. તમને જણાવી દઈએ કે જયંતિના અવસર પર દેશના રસ્તાઓને આ ફૂલોથી શણગારવામાં આવે છે. કિમ જાેંગ-ઈલની જન્મજયંતિ ઉત્તર કોરિયામાં ‘ડે ઓફ ધ શાઈનિંગ સ્ટાર’ તરીકે ઓળખાય છે. આ પ્રસંગે કિમજાેંગિલિયાના ફૂલોનું વિશેષ મહત્વ છે. જાે કે, ગ્રીનહાઉસ જ્યાં કિમજાેંગલિયાના ફૂલો ઉગાડવામાં આવે છે ત્યાં આ વર્ષે યોગ્ય તાપમાન અને ભેજ જાળવવા માટે લાકડાનો સતત પુરવઠો મળ્યો ન હતો, જેના કારણે ફૂલો સમયસર ઉગ્યા ન હતા. માળીઓ પર છોડની અવગણના કરવાનો આરોપ છે અને સજા તરીકે લેબર કેમ્પમાં છ મહિનાની સજા ફટકારવામાં આવી છે. કિમ જાેંગ-ઇલનું ૨૦૧૧માં ૬૯ વર્ષની વયે અવસાન થયું હતું. ઉત્તરી રિયાનગાંગ પ્રાંતમાં સેમસુ કાઉન્ટીના એક ફાર્મ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને છોડની પૂરતી કાળજી ન લેવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ હાન તરીકે થઈ છે, જેની ઉંમર ૫૦ વર્ષની આસપાસ છે. શિયાળાના મહિનાઓમાં ગ્રીનહાઉસને પર્યાપ્ત રીતે ગરમ કરવા માટે હાનને લાકડાં ન મળ્યા અને પરિણામે છોડ મરી ગયા. તેની સાથે અન્ય ઘણા લોકોને પણ લેબર કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. ફાર્મના અન્ય કર્મચારીની ઓળખ ૪૦ વર્ષીય ચોઈ તરીકે થઈ છે. તેને પણ લેબર કેમ્પમાં ત્રણ મહિનાની સજા કરવામાં આવી છે. તેના પર ગ્રીનહાઉસ બોઈલરનું તાપમાન યોગ્ય રીતે સેટ ન કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે કિમ જાેંગ-ઈલની જન્મજયંતિ ઉત્તર કોરિયાની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંથી એક છે. આ પ્રસંગે થતી નાની નાની ભૂલ માટે પણ સરમુખત્યાર સખત સજા આપે છે.ઉત્તર કોરિયાનો સરમુખત્યાર ક્યારે કોના પર નારાજ થઈ જાય, તે કહી શકાય નહીં. હાલમાં દેશના માળી એટલે કે ગાર્ડનરને તેમની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કિમ જાેંગ-ઉને ઘણા માળીઓને કેદમાં મોકલી દીધા છે. આ માળીઓને ૧૬ ફેબ્રુઆરી પહેલા એક ખાસ ફૂલ ખીલવવાના હતા, જેમાં તેઓ નિષ્ફળ ગયા. પરિણામે આ ફૂલ તેના માટે ફાયર સમાન સાબિત થયું અને સરમુખત્યારે તેમને લેબર કેમ્પ મોકલી દીધો.


