મલેશિયા
મલેશિયામાંથી એક ભાવૂક કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને રોડ અકસ્માત બાદ તુરંત ઘટનાસ્થળે પહોંચવાનું હતું. પણ તે જેવો ત્યાં પહોંચે છે કે, ચોંકી જાય છે. હકીકતમાં આ દુર્ઘટનામાં પોતાના જ દીકરાનું મોત થઈ ગયું અને તેની લાશ રોડ વચ્ચે ફેલાયેલી પડી હતી. દ સ્ટ્રેટ ટાઈમ્સમાં જણાવ્યા અનુસાર, સુંગઈ ટોંગ હેલ્થ ક્લિનિક માટે એક ૪૯ વર્ષિય એમ્બ્યુલન્સ ડ્રાઈવર મોહમ્મદ ઈસ્માઈલ કામ કરે છે. ઈસ્માઈલને ૬ નવેમ્બરે સાંજે લગભગ ૪.૩૦ કલાકે રોડ અકસ્માતને લઈને જાણકારી મળે છે. ઈમરજન્સી કોલના કારણે તે તુરંત ઘટનાસ્થળે પહોંચે છે. ઈસ્લાઈલ ઘટનાસ્થળે પહોંચે છે, તો તુરંત પોતાના દીકરાનું બાઈક ઓળખી લીધું, તેણે કહ્યું કે, ૨૧ વર્ષ સુધી મેં એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે કામ કર્યું, આ પહેલી વાર હતું જ્યારે મારે મારા પરિવારના કોઈ સભ્ય માટે આવવું પડ્યું, તે સમયે મને જે દુઃખ થયું તે ખાલી અલ્લાહ જાણે છે. તેનો દીકરો મોહમ્મદ એમાન, એક ટ્રક લોરી સાથે દુર્ઘટનામાં માર્યો ગયો હતો. એમાન કથિત રીતે કુઆલા નેરસથી સુંગઈ ટોંગ માટે પોતાના ઘરે જઈ રહ્યો હતો. એક ઓયલ ફેક્ટ્રી પાસે આ દુર્ઘટના થઈ. પોલીસ અધિકારી અફંદી હુસૈનના જણાવ્યા અનુસાર, એમાનના માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું. હુસૈને કહ્યું કે, હોંડા ઈઠ૫ ચલાવી રહેલા એમાન વિશે કહેવાય છે કે તેણે એક અન્ય વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી અને રોંગ સાઈડમાં આવી રહેલી લોરી સાથે અકસ્માત થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં લોરી ડ્રાઈવરને કોઈ ઈજા નથી થઈ. રિપોર્ટ્સમા જણાવ્યા અનુસાર, પોલીસ લાપરવાહી અને ખતરનાક ડ્રાઈવિંગથી મોતના કિસ્સામાં રોડ પરિવહન અધિનિયમની કલમ ૪૧(૧) અંતર્ગત કેસની તપાસ કરી રહી છે. ૨૧ વર્ષિય તમન તમાદાન ઈસ્લામ લેંડસ્કેપ યૂનિટમાં ફક્ત પાંચ મહિનાથી કામ કરી રહ્યો હતો, મોટા ભાગે તે ઘરેથી ટીફીન લઈને જતો હતો, પણ ગત રોજ તે ઘરે જઈને ખાવાનું ખાવાનો હતો, ત્યાં આવી દુર્ઘટના થઈ ગઈ.


