International

કોચ સિમન્સની વેસ્ટ ઈન્ડિઝના બેટ્‌સમેનોને આપી ચેતવણી

હોબાર્ટ
સ્કોટલેન્ડ સામે સોમવારે ગ્રુપ મેચમાં બે વખતના ટી૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝનો ૪૩ રને પરાજય થતાં કોચ ફિલ સિમન્સે ચેતવણી આપતા ખેલાડીઓને નિંદ્રામાંથી જાગવા જણાવ્યું હતું. હવે બુધવારે વેસ્ટ ઈન્ડિઝને ઝિમ્બાબ્વે સામે કરો યા મરો મુકાબલામાં ફરજિયાત જીતવું પડશે. જાે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ઝિમ્બાબ્વે સામે પરાજય થાય છે તો તે સુપર ૧૨માંથી બહાર ફેંકાઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝે ટી૨૦ વર્લ્ડ કપમાં બે વખત ચેમ્પિયન રહી છે. અત્યાર સુધી તેના સિવાય અન્ય કોઈ ટીમે આ ઉપલ્બિધ નથી મેળવી. સ્કોટલેન્ડની ટીમે ૧૬૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૧૮.૩ ઓવરમાં ૧૧૮ રનમાં ફસડાઈ ગઈ હતી. કેરેબિયન ટીમના ફક્ત ચાર બેટર્સ જ બે આંકડામાં રન નોંધાવી શક્યા હતા. સિમન્સે બેટ્‌સમેનોની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, અમારી બેટિંગ અનપ્રોફેશનલ સ્તરની હતી. અમારે ઊંઘમાંથી જાગવું પડશે અને બેટિંગમાં પ્રોફેશનલ થવું પડશે. બોલર્સની મહેતનું પરિણામ મળ્યું હતું અને અમે સારી સ્થિતિમાં હતા પરંતુ બેટિંગમાં અમે નિષ્ફળ ગયા હતા. અમે અનેક વિકેટો વેડફી હતી. બેટ્‌સમેન તરીકે તમારે વિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે છે. જ્યારે પણ ટી૨૦માં તમે ચેઝ કરવો ઉતરો છો ત્યારે તમારે રન રેટ પર નજર રાખવી પડે છે. નિયમિત અંતરે વિકેટો ગુમાવવાથી અમારો પરાજય થયો હતો તેમ સિમન્સે પોસ્ટ મેચ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ર્નિણય લીધો હતો. સ્કોટલેન્ડના ઓપનર જ્યોર્જ મુન્સેએ શાનદાર બેટિંગ કરતા અણનમ ૬૬ રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગાનો સમાવેશ થયો હતો. નિર્ધારિત ઓવરમાં સ્કોટલેન્ડે પાંચ વિકેટે ૧૬૦ રન કર્યા હતા અને ત્યારબાદ બોલિંગ અને ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ દેખાવ કરતા કેરેબિયન ટીમને ૧૧૮ રનમાં ઓલ આઉટ કરીને ટી૨૦ વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો હતો. સ્કોટલેન્ડના કેપ્ટન બેરિંગ્ટને સ્પિનર્સના પ્રયાસને બિરદાવ્યો હતો. વિન્ડિઝ જેવી દિગજ્જ ટીમ સામે બોલર્સે મહત્વના તબક્કે વિકેટો ઝડપીને સુંદર કામગીરી કરી હોવાનું તેણે જણાવ્યું હતું. વોટ્ટે સૌથી વધુ ત્રણ વિકેટે ઝડપી હતી. મેચમાં ૨૦ મિનિટ વરસાદ પડતાં પીચ ધીમી થતાં સ્કોટલેન્ડને તેનો ફાયદો થયો હતો.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *