International

કોન્સર્ટ બાદ પાર્ટીમાં ગોળીબાર , ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાયા

અમેરીકા
વિશ્વ વિખ્યાત અંગ્રેજી ગાયકો માંથી એક ગાયક જસ્ટિન બીબર છે. જસ્ટિન બીબરની ગીતોનો ક્રેઝ આજની જનરેશનના દરેક છોકરા છોકરીઓમાં સૌથી વધારે જાેવા મળે છે. અંગ્રેજી ગાયકો જસ્ટિન બીબર ઘણા દેશો માં તેના શો અને કોન્સર્ટ યોજવા આવતા હોય છે, અને આવા ભાગ્યેજ કોઈ કોન્સર્ટ માં કોઈ ખોટી ઘટના જાેવા મળી હશે , આ ઘટના અંગ્રેજી ગાયકો જસ્ટિન બીબર કોન્સર્ટ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો અંગ્રેજી ગાયકો જસ્ટિન બીબર કોન્સર્ટ બાદ રેસ્ટોરન્ટમાં યોજાયેલી પાર્ટીની બહાર થયેલા ગોળીબારમાં ચાર લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાત્રે યોજાયેલી ઈવેન્ટ્‌સમાં બીબરે અડધો કલાક સુધી પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન લગભગ ૧૫૦૦ લોકો હાજર રહ્યા હતા. મધ્યરાત્રિએ કાર્યક્રમ પૂરો થયો.એવું કહેવામાં આવી રહ્યું છે કે બપોરે ૨.૪૫ કલાકે અચાનક ઝઘડો થયો હતો. લોસ એન્જલસ પોલીસ વિભાગના અધિકારી લિઝેથ લોમેલીએ જણાવ્યું હતું કે ધ નાઇસ ગાય રેસ્ટોરન્ટની બહાર ગોળીબારમાં ચાર લોકો ઘાયલ થયા છે. પોલીસના ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓને ત્યાં બે પીડિત મળ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીબર અને તેની પત્ની હેલી બાલ્ડવિન, ડ્રેક, ખ્લો કાર્દાશિયન અને ટોબે મેગુઇર સહિત મનોરંજન જગતની ઘણી હસ્તીઓ પાર્ટી પછી રેસ્ટોરન્ટની મુલાકાત લેતા જાેવા મળ્યા હતા. જે ત્રણ પીડિતોની ઓળખ કરવામાં આવી છે તેમની ઉંમર ૧૯, ૨૪ અને ૬૦ વર્ષ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ હુમલામાં ૨૪ વર્ષીય કોડક બ્લેક ઘાયલ થયો હતો. અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ ત્રીજા વ્યક્તિને ઘટનાસ્થળેથી દૂર લઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ ગયો હતો. તમામ પીડિતોની હાલત સ્થિર છે. ઘટના પાછળ છુપાયેલા શકમંદો વિશે કોઈ માહિતી મળી શકી નથી અને આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. નિવેદન અનુસાર, અન્ય બે પીડિતો પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા. ચારેય પીડિતોની હાલત સ્થિર છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ઘટનાના વિડિયોમાં રેપર કોડક બ્લેક ઉર્ફે બિલ કેપ્રી રેસ્ટોરન્ટની બહાર ગોળીબાર થયો ત્યારે લોકોના જૂથ સાથે પોઝ આપી રહ્યો છે. કાયદા અમલીકરણ સૂત્રો દ્વારા આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં બ્લેકનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં હાજરી આપનાર સેલિબ્રિટીઓમાં જેફ બેઝોસ, તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ, અભિનેતા એન્થોની રામોસ અને ટોની ગોન્ઝાલેઝનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *