ઈંગ્લેન્ડ
મોનિકાના ઓક્સિજનનું લેવલ અડધાથી પણ વધુ ઘટી ગયું હતું અને તે ઓછું થઈ રહ્યું હતું. ઈંગ્લેન્ડના ગેન્સબરો લિંકનશાયરની રહેવાસી નર્સ મોનિકાએ કહ્યું કે, જ્યારે હું ભાનમાં આવી ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે મને વાયગ્રાની મદદથી ભાનમાં લાવવામાં આવી છે. પહેલા મને આ બધી મજાક લાગી. પરંતુ તેણે કહ્યું કે વાસ્તવમાં મને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો છે. મોનિકા દ્ગૐજી લિંકનશાયરમાં કોરોના દર્દીઓની સારવાર કરતી હતી. આ સમય દરમિયાન, તેને ઓક્ટોબરમાં કોરોના થયો હતો. ધીમે ધીમે તેની તબિયત વધુ બગડવા લાગી. અને લોહીની ઉલ્ટી પણ શરૂ થઈ ગઈ. આ પછી તેણે હોસ્પિટલમાં તેની સારવાર કરાવી. ત્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપી દેવામાં આવી. પરંતુ ઘરે જતાં જ મોનિકાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે બાદ તે સીધી લિંકન કાઉન્ટી હોસ્પિટલ ગઈ. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનું ઓક્સિજનનું લેવલ સતત ઘટી રહ્યું હતું, જેના પછી તેને ૈંઝ્રેંમાં દાખલ કરવી પડી હતી. ૧૬ નવેમ્બરે તે કોમામાં ચાલી ગઈ. ડોકટરોએ મોનિકાની સારવાર માટે અલગ આઈડિયા સૂઝ્યો અને વાયગ્રાની દવાથી તેની સારવાર કરી. વાસ્તવમાં, વાયગ્રાનો ઉપયોગ રક્ત પરિભ્રમણને સુધારે છે. વાયગ્રા ફેફસામાં ફોસ્પોડાયસ્ટેરીયઝ એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે અને રક્તવાહિનીઓને ફેલાવીને ફેફસાંને આરામ આપવાનું કામ કરે છે. મોનિકાએ કહ્યું, ‘વાયગ્રાની દવાને કારણે મારો જીવ બચી ગયો. ૪૮ કલાકમાં મારા ફેફસાં કામ કરવા લાગ્યા. મને અસ્થમા પણ છે, જેના કારણે મારું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું.’ હવે મોનિકા પહેલા કરતા સારી છે અને તેના ઘરે વધુ સારવાર લઈ રહી છે.કોરોનાને કારણે કોમામાં જતી મહિલા નર્સને વાયગ્રાનો ઉપયોગ કરીને બચાવી લેવામાં આવી. વ્યવસાયે નર્સ ૩૭ વર્ષની મોનિકા અલ્મેડા, ૪૫ દિવસથી કોમામાં હતી. ડૉક્ટરોએ વાયગ્રાની મદદથી તેને કોમાથી બહાર કાઢી. આ અદ્ભુત આઈડિયા મોનિકાના સહકર્મીઓનો હતો. જ્યારે મોનિકાને હોશ આવ્યો ત્યારે તેણે આ માટે ડોક્ટર્સ અને તેના સાથીદારોનો આભાર માન્યો. જણાવી દઈએ કે, મોનિકાને હોશમાં લાવવા માટે ડોક્ટરોએ ઈરેક્ટાઈલ ડિસફંક્શનની દવાનો ઉપયોગ કર્યો હતો.
