ક્યુબા
ક્યૂબાના રાષ્ટ્રપતિ સ્ૈખ્તેીઙ્મ ડ્ઢત્ટ્ઠડ-ઝ્રટ્ઠહીઙ્મ એ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકના કારણે આ ધડાકો થયો. હવાનાના ગવર્નર રેનાલ્ડો ગાર્સિયા જાપતાએ આપેલી માહિતી મુજબ સારાટોગા હોટલમાં જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે કોઈ પ્રવાસી હાજર નહતા. હોટલમાં હાલ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલુ હતું. આ જૂની ફાઈવ સ્ટાર હોટલમાં બે બાર, એક સ્વીમિંગ પૂલ અને બે રેસ્ટોરા છે. અકસ્માત બાદ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. ઘાયલોને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ક્યૂબાની એક હોટલમાં ભીષણ વિસ્ફોટ થયો છે જેમાં ૨૨ લોકોના મોત થયા છે જ્યારે ૭૪ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં અનેક લોકો ગૂમ થયા હોવાની પણ માહિતી મળી છે.
