International

જાપનાના ફાઈટલ પ્લેનને શોધખોળ કરવા દરિયામાં જહાજ ઉતારાયું

જાપાન
જાપાનના અન્ય વિમાનો અને જહાજાે હ્લ-૧૫ ફાઈટર જેટમાં સવાર બે કર્મચારીઓની શોધ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે પ્લેન જાપાનના સમુદ્રમાં ક્રેશ થયું હતું. રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહેલી ટીમને એરબેઝથી પાંચ કિલોમીટર દૂર સમુદ્રમાં કેટલાક વિમાન ઉપકરણો તરતા જાેવા મળ્યા હતા. વિમાનમાં હાજર લોકોને શોધવા માટે મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. છજીડ્ઢહ્લ, મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને જહાજાે દ્વારા ક્રૂની શોધ કરવામાં આવી રહી છે. આમાં જાપાનના સૌથી મોટા જહાજાે પૈકી એક એક હ્યુગા હેલિકોપ્ટર કેરિયરનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન નોબુઓ કિશીએ તમામ એરક્રાફ્ટ ઓપરેટરોને સાવચેતીપૂર્વક નિરીક્ષણ કરવા જણાવ્યું છે. ફાઈટર પ્લેન સોમવારે રાત્રે ગુમ થઈ ગયું હતું. જહાજમાં બે લોકોને ‘સી ઓફ જાપાન’માં તાલીમ આપવામાં આવી રહી હતી. આ સ્થળ પાયાથી ૫ કિલોમીટરના અંતરે છે. એરપોર્ટ નજીક કાગાના દરિયાકાંઠે કંઈક લાઇટિંગ ની સૂચના મળી હતી એટલે કે કંઈ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. શોધ અને બચાવ કામગીરી દરમિયાન આ વિસ્તારમાં કંઈક તરતું જાેયું હતું. આ એ જ જગ્યા છે જ્યાં ફાઈટર પ્લેનનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ગુમ થયેલ ફાઇટર એક સ્ક્વોડ્રનનું છે જે ફ્લાઇટ તાલીમમાં દુશ્મન વિમાન તરીકે કામ કરે છે. ફાઈટર પ્લેન ટ્રેનિંગ માટે જઈ રહ્યું હતું ત્યારે તેનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમણે સવારે સાડા પાંચ વાગ્યે ઉડાન ભરી હતી. અને થોડા સમય પછી તે ગાયબ થઈ ગયું હતું. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે શક્ય છે કે વિમાન દરિયામાં ક્રેશ થયું હોય.

Flight-Not-Proper-Landing-Heavy-Wind-Weather.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *