International

ઝિમ્બાબ્વેનો પ્રથમ વખત ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રવેશ, સુપર ૧૨માં થયો પ્રવેશ

હોબાર્ટ
આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં શુક્રવારે ઝિમ્બાબ્વેએ ગ્રુપ બીની મેચમાં સ્કોટલેન્ડ સામે પાંચ વિકેટે જીત મેળવીને સૌપ્રથમ વખત ટી૨૦ વર્લ્ડ કપના સુપર ૧૨માં પ્રવેશ કર્યો છે. ઝિમ્બાબ્વેએ વિજય સાથે જ ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગ્રુપ બીમાં હવે ઝિમ્બાબ્વે સાથે ભારત, પાકિસ્તાન, આફ્રિકા, બાંગ્લાદેશ તેમજ નેધરલેન્ડ રહેશે. સ્કોટલેન્ડની ટીમનો પરાજય થતા તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે ૧૩૨ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ ૧૮.૩ ઓવરમાં પાંચ વિકેટે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ઝિમ્બાબ્વેની ટીમે બોલિંગમાં શાનદાર દેખાવ કર્યો હતો. ઝિમ્બાબ્વેના બોલર તેન્દાઈ ચતારા બે વિકેટ ઝડપી ટી૨૦માં ૫૦થી વધુ વિકેટ મેળવનાર સૌપ્રથમ ઝિમ્બાબ્વેનો બોલર બન્યો હતો. ૧૩૩ રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની લથડતી શરૂઆત થઈ હતી. ચકાબ્વા (૪), માધેવીરે (શૂન્ય) અને વિલિયમ્સ (૭)ની ઝડપી વિકેટો ગુમાવતા ઝિમ્બાબ્વેની ૪૨ રનમાં ત્રણ વિકેટ પડી હતી. ક્રેગ ઈર્વિને કેપ્ટન્સ ઈનિંગ રમતા ૫૪ બોલમાં ૫૮ રન કર્યા હતા. ઓલ રાઉન્ડર સિકંદર રઝાએ પણ તેનો સાથ આપતા ૨૩ બોલમાં ૪૦ રનની ઈનિંગ રમી હતી અને ચોથી વિકેટ માટે ૬૪ રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. સ્કોટલેન્ડ તરફથી જાેશ ડેવીએ બે વિકેટ તથા વ્હીલ, વોટ્ટ અને લિસ્કે એક-એક વિકેટ ઝડપી હતી. સ્કોટલેન્ડના ઓપનર મુન્સેએ ૫૪ રન ફટકાર્યા હતા. કેલમ મેક્લોઈડ ૨૫ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. આ બન્નેને બાદ કરતા અન્ય કોઈ સ્કોટિશ ખેલાડી ૧૫થી વધુ રન નોંધાવી શક્યો નહતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *