ઉતરકોરિયા
દક્ષિણ કોરિયાએ પોતાના પૂર્વ દરિયાકિનારા પર પરીક્ષણની પુષ્ટિ કરી છે પરંતુ તેમણે એ નથી કહ્યું કે આ મિસાઇલ હતી કે બીજું કંઇ. આની પહેલાં ઓકટોબર મહિનામાં ઉત્તર કોરિયાએ છેલ્લી વખત પોતાનું મિસાઇલ પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ પોતાની સબમરીનમાંથી છોડેલ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જાપાનના પીએમ ફૂમિઓ કિશિદાએ ઉત્તર કોરિયાના તાજા મિસાઇલ પરીક્ષણના ટેસ્ટની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે અમને લાગી રહ્યું છે કે મિસાઇલ કયાંક જાપાનના ખાસ આર્થિક ક્ષેત્રમાં તો નથી પડીને. કિશિદાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે ઉત્તર કોરિયા ગયા વર્ષથી જ મિસાઇલનું પરીક્ષણ કરી રહી છે. આની પહેલાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન એ પોતાના શાસનના ૧૦ વર્ષ પૂરા થવાના અવસર પર દેશને સંબોધિત કર્યો હતો. આ દરમ્યાન તેમણે પરમાણુ બોમ્બ અને અમેરિકાની તુલનામાં ટ્રેકટરને કારખાના અને સ્કૂલ ડ્રેસનો વધુ ઉલ્લેખ કર્યો. આવું પહેલી વખત જાેવા મળ્યું કે જ્યારે કિમ જાેંગ એ હથિયારો અને સેનાને મજબૂત કરવાની જગ્યાએ દેશના વિકાસ સાથે જાેડાયેલી વાતો કરી છે. સંયુકત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયા અત્યારે ભૂખમરામાંથી પસાર થઇ રહ્યું છે. એવામાં કિમ જાેંગ પોતાની પ્રજાને આ મુશ્કેલ સમયમાંથી કાઢવા માટે શકય તમામ પ્રયાસ કરી રહ્યું છે. કોરિયાની વર્કર્સ પાર્ટીની ૮મી કેન્દ્રીય સમિતિની ચોથી પૂર્ણ બેઠકને સંબોધિત કરતાં કિમ જાેંગ ઉન એ કહ્યું કે ૨૦૨૨ માટે ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષય આર્થિક વિકાસ શરૂ કરવો અને લોકોના જીવનમાં સુધારો કરવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે લોકો ‘જીવન અને મોતની વચ્ચે સંઘર્ષ’નો સામનો કરી રહ્યા છે. ૨૦૧૧માં પોતાના પિતાના મોત બાદથી કિમ જાેંગ ઉન ઉત્તર કોરિયાની બાગડોર સંભાળી રહ્યા છે.ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાેંગ ઉન એ નવા વર્ષમાં ફરી એક વખત કિલર મિસાઇલનું પરીક્ષણ કરીને કોરિયન દ્વીપમાં તણાવને ભડકાવી દીધો છે. ઉત્તર કોરિયા એ જાપાનના દરિયામાં આ કિલર મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જાપાન અને દક્ષિણ કોરિયા બંને એ આ મિસાઇલ પરીક્ષણની પુષ્ટિ કરી છે. જાપાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે એવું લાગે છે કે આ એક બેલેસ્ટિક મિસાઇલ હતી.

