નાઈઝેરિયા
નાઇઝેરિયાના એક શહેરમાં દુખદ અકસ્માત થયો છે. દક્ષિણપૂર્વી નાઇઝેરિયાઇ શહેર પોર્ટ હરકોર્ટમાં શનિવારે એક ચર્ચ કાર્યક્રમમાં ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. સીએનએનએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓના હવાલેથી આ જાણકારી આપી છે. આ અકસ્માત શનિવારે સવારે થયો જ્યારે ચર્ચમાં ભોજન ગ્રહણ કરવા મઍટે હજારો લોકોએ એક ગેટ તોડી દીધો જેથી નાસભાગ મચી ગઇ. નાસઝેરિયામ્ના નાગરિક સુરક્ષા કોરના એક ક્ષેત્રીય પ્રવક્તા ઓલુફેમી અયોડેલના અનુસાર દુખદ ઘટના એક સ્થાનીક પોલો ક્લબમાં થઇ, જ્યાં નજીકના કિંગ્સ એસેંબલી ચર્ચએ ઉપહાર દાન અભિયાનનું આયોજન કર્યું હતું. ઓલુફેમી અયોડેલે કહ્યું ‘ઉપહારનો સામાન વહેંચવાની પ્રક્રિયા દરમિયાન ભીડભાડ કારને નાસભાગ મચી ગઇ. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં મોટાભાગના બાળકો હતા. સીએનએનએ રાજ્ય પોલીસની પ્રવક્તા ગ્રેસ વોયેંગિકુરો ઇરિંગે-કોકોના હવાલેથી જણાવવામાં આવ્યું કે જ્યારે ભાગદોડ મચી ત્યારે અભિયાન શરૂ પણ થયું ન હતું. વોયેંગિકુરો ઇરિંગે-કોકોએ કહ્યું ભીએ બળજબરીપૂર્વક કાર્યક્રમ સ્થળમાં પ્રવેશ કર્યો, આ તથ્ય છતાં ગેટ બંધ હતો, જેના પરિણામ સ્વરૂપ દુર્ઘટના થઇ. વોયેન્ગિકુરો ઇરિંગે-કોકોએ કહ્યું, ૩૧ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. ઘટના બાદ સાત ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
