International

પાક. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ

ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના ર્નિણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે સંસદને પુનઃસ્થાપિત કરવાનો ર્નિણય આપ્યો અને કહ્યું કે નેશનલ એસેમ્બલી (સંસદનું નીચલું ગૃહ) ૯ માર્ચે સવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ ર્નિણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. આ ર્નિણયથી વિપક્ષોએ ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે. પીએમએલ-એનના નેતા અને પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે જાેવામાં આવતા શાહબાઝ શરીફે કહ્યું, “અલ્લાહે સમગ્ર પાકિસ્તાનની પ્રાર્થના સ્વીકારી છે.” પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ ર્નિણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. શાહબાઝ શરીફે કહ્યું, ‘અલ્લાહે સમગ્ર પાકિસ્તાનની પ્રાર્થના સ્વીકારી છે. આ ર્નિણયને કારણે પાકિસ્તાનનું બંધારણ જ નહીં પરંતુ સમગ્ર દેશ બચી ગયો છે. કોર્ટે દેશની લોકશાહીને ચાર ચાંદ લગાવી દીધા છે. મને લાગે છે કે રમઝાન દરમિયાન લેવામાં આવેલ આ શ્રેષ્ઠ ર્નિણય છે. ચુકાદા પછી, મૌલાના ફઝલ-ઉર-રહેમાને કહ્યું, આ સમગ્ર દેશની જીત છે. આ સમાજની જીત છે. અમને લાગે છે કે તેમણે સમુદાયની અપેક્ષાઓ પર ખરા ઉતરીને સારો ર્નિણય લીધો છે. લોકોએ શુક્રવારની નમાજમાં પાકિસ્તાન માટે પ્રાર્થના કરવી જાેઈએ. કાવતરાખોરોને પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવશે.પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સુપ્રીમ કોર્ટના ર્નિણય પર ટિ્‌વટ કર્યું. તેમણે કહ્યું, લોકશાહી જ સર્વ શ્રેષ્ઠ બદલો છે. પીએમએલ-એનના નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે ઉર્દૂમાં એક ટ્‌વીટમાં કહ્યું, “સંવિધાનની સર્વોપરિતા પુનઃસ્થાપિત થતાં હું સમગ્ર રાષ્ટ્રને અભિનંદન આપવા માંગુ છું.” જેમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, તેમનો હિસાબ કરવામાં આવ્યો છે. અલ્લાહ કરે કે પાકિસ્તાન હંમેશા આમ જ ચમકતું રહે. આ સાથે જ કાયદા મંત્રી ફવાદ ચૌધરીએ સુપ્રીમ કોર્ટના ર્નિણય અંગે કહ્યું છે કે ર્નિણયમાં ખામીઓ છે. ચુકાદા પછી, આપણે ૨૩ માર્ચ, ૧૯૪૦ની જેમ ફરીથી સ્વતંત્રતા સંગ્રામ શરૂ કરવાની જરૂર છે, તેમણે વિદેશી ધમકી પત્રની તપાસની જાહેરાત કરતા કહ્યું. સુપ્રીમ કોર્ટના ર્નિણય પહેલા સંયુક્ત વિપક્ષ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક પીએમએલ-એન પ્રમુખના ઘરે સાંજે ૭.૩૦ કલાકે થઈ હતી. આ બેઠકમાં હાજરી આપવા માટે બિલાવલ ભુટ્ટો, આસિફ ઝરદારી અને મૌલાના ફઝલુર રહેમાનને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *