International

પુતિનને જાે બાઈડેને ટેલિફોન ચર્ચા દરમ્યાન ધમકી આપી

રશિયા,
યુક્રેન મુદ્દે બંને પક્ષોએ એકબીજા પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો છે. તો રશિયાએ યુક્રેનની સરહદ પર તેના હજારો સૈનિકો તૈનાત કર્યા છે. બંને પક્ષો એકબીજાને ચેતવણી આપી રહ્યા છે કે જાે યુક્રેન મુદ્દે ચાલી રહેલી ગતિરોધનું નિરાકરણ નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે. રશિયન પ્રમુખના સહાયક યુરી યૂશાકોવ એ જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીત સુરક્ષા ગેરંટીઓના મુદ્દા પર કેન્દ્રિત હતી જે રશિયા પશ્ચિમી દેશો પાસેથી ઇચ્છે છે. યૂરીએ કહ્યું કે તેનો અર્થ એ પણ છે કે યુક્રેન નાટોમાં સામેલ ન થાય. તેમણે કહ્યું કે રશિયા આ વાતચીતથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે જાે પશ્ચિમી દેશો રશિયા પર કોઈ મોટા પ્રતિબંધ લાદે છે તો તે એક મોટી ભૂલ હશે. અમે આશા રાખીએ છીએ કે આવું નહીં થાય. ઉલ્લેખનીય છે કે આ મહિને પુતિન અને બાઇડેને બીજી વખત સીધી વાતચીત કરી છે. રશિયાએ હજારોની સંખ્યામાં સૈનિક તૈનાત કરી રાખ્યા છે તેનાથી એ ડર સતાવી રહ્યો છે કે તેઓ યુક્રેન પર આક્રમણ ના કરી દે. તો બાઇડેને પુતિનને તણાવ ઓછો કરવા વિનંતી કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે જાે રશિયા યુક્રેન પર ફરી હુમલો કરશે તો અમેરિકા અને તેના સહયોગી દેશો પુતિનની સેનાને જડબાતોડ જવાબ આપશે. અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ એ સંકેત આપ્યો હતો કે બાઇડેન પુતિનને એ સ્પષ્ટતા કરી દે કે એક રાજદ્વારી માર્ગ હંમેશા ખુલ્લો રહેશે ભલે રશિયાએ યુક્રેનમાં લગભગ ૧૦૦,૦૦૦ સૈનિકો મોકલ્યા હોય અને પુતિને પૂર્વ યુરોપમાં સુરક્ષાની માંગ કરી હોય. સુરક્ષા ગેરંટી માટે તમારી માંગણીઓ આગળ ધપાવો. એક વરિષ્ઠ યુએસ વહીવટી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બાઇડેને એ વાતને ફરી કહેશે કે વાતચીતમાં “વાસ્તવિક પ્રગતિ” ત્યારે જ થઈ શકે છે જ્યારે તે સૈનિકોને પાછી ખેંચવાની વાત કરે નહીં કે તેમાં વધારો કરવાની. આ વાતચીત માટેનો આગ્રહ રશિયન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ વાતચીત ૧૦ જાન્યુઆરીએ જીનીવામાં અમેરિકા અને રશિયાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે યોજાનારી મંત્રણા પહેલા થઈ છે. બંને નેતાઓએ ૭ ડિસેમ્બરે વીડિયો કોલ પર વાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ યુક્રેન સરહદે વધતા તણાવને પગલે યુરોપમાં સુરક્ષા પર વાતચીત ચાલુ રાખવા માટે રાજદૂતોની નિમણૂક કરવા સહમત થયા હતા.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેન સાથેની વાતચીતમાં ચેતવણી આપી છે કે જાે અમેરિકા યુક્રેન પર કોઈ પ્રતિબંધ લાગશે તો તે મોટી ભૂલ હશે. પુતિને ગુરુવારે ૫૦ મિનિટ સુધી ફોન પર ચાલેલી વાતચીતમાં ધમકી પણ આપી હતી કે જાે અમેરિકાએ યુક્રેન પર નવા પ્રતિબંધો લગાવ્યા તો મોસ્કો વોશિંગ્ટનની સાથેના પોતાના તમામ સંબંધો તોડી નાખશે. તો બાઇડેને પણ રશિયાને જાેરદાર જવાબી કાર્યવાહીની ચેતવણી આપી દીધી છે.

Baiden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *