આફ્રિકા
કેમેરૂનની રાજધાનીના ઓલેમ્બે સ્ટેડિયમમાં આફ્રિકા કપ ઓફ નેશન્સ મેચ રમાઈ રહી હતી. ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ, છેલ્લા-૧૬ રાઉન્ડની આ મેચ કેમરૂન અને કોમોરોસ વચ્ચે હતી. આ મેચ જાેવા માટે ફૂટબોલ ચાહકોમાં હરીફાઈ જાેવા મળી હતી. પરિણામે પરિસ્થિતિએ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અત્યાર સુધી માત્ર ૬ના મોત અને ૪૦ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ, કેમરૂનના મધ્ય પ્રદેશના ગવર્નર નાસેરી પોલ બિયાના જણાવ્યા અનુસાર, કેટલાક વધુ લોકોને ઈજા હોવાનુ સામે આવી શકે છે. ઓલેમ્બે સ્ટેડિયમની કુલ ક્ષમતા ૬૦ હજાર દર્શકોની છે. પરંતુ કોરોનાને કારણે સ્ટેડિયમમાં માત્ર ૮૦ ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ મેચ સાથે જાેડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે લગભગ ૫૦ હજાર દર્શકોએ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. કેમરૂનના સેન્ટ્રલ રિજનના ગવર્નર નાસેરી પોલ બિયાના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત નાજુક છે. આફ્રિકન ફૂટબોલ સંઘે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આ ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ.” જાેકે, સ્ટેડિયમની બહાર આટલી મોટી દુર્ઘટના થયા બાદ પણ રમત ચાલુ રહી હતી. મતલબ કે મેદાન પર મેચ ચાલુ રહી, જેમાં યજમાન કેમરૂને કોમોરોસ સામે ૨-૧થી જીત મેળવી હતી. આ પહેલા ૧૪ જાન્યુઆરીની સાંજે ઘાના અને ગેબોન વચ્ચે રમાયેલી મેચ બાદ બંને ટીમો એકબીજા સામે ટકરાયા હતા. તે ઘટનામાં એક ખેલાડીને રેડ કાર્ડ પણ બતાવવામાં આવ્યું હતું.આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ ક્યારેક મેદાનની અંદર અને ક્યારેક બહારની ઘટનાઓને કારણે ચર્ચામાં રહી છે. આ વખતે તે ચર્ચા છે કે તેની એક મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર હંગામો થયો હતો. હોબાળા બાદ ફુટબોલ મેચ જાેવા માટે સ્ટેડિયમમાં પ્રવેશેલા પ્રશંસકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મોતનો માહોલ જાેવા મળ્યો હતો. અકસ્માતમાં મૃત્યુઆંક ૬ જણાવવામાં આવી રહ્યો છે, જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા છે. આ પહેલા આફ્રિકા કપ ઓફ નેશન્સ ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં સામસામે આવી ગયા હતા.
