ઇઝરાયેલ
ભારતે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ઈઝરાયેલને માન્યતા આપી હતી, પરંતુ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો ૨૯ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ સ્થાપિત થયા હતા. આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે હું મારા પ્રિય મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના નેતૃત્વ અને આ મજબૂત અને અતૂટ મિત્રતા માટે તેમની ઊંડી પ્રતિબદ્ધતા માટે આભાર માનું છું. બંને દેશો કદમાં ભિન્ન હોઈ શકે છે. પરંતુ અમે અમારા સમૃદ્ધ ઇતિહાસ બંને દેશોના લોકો વચ્ચેની હૂંફ અને અમારી અદ્યતન નવીનતા અને ટેક્નૉલૉજી સહિત ઘણું બધું શેર કરીએ છીએ. આ વીડિયોને એક ટિ્વટ સાથે ટેગ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે આપણે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૩૦ વર્ષની ઉજવણી કરીએ છીએ. અમે મજબૂત ભાગીદારી, અતિ ઊંડી મિત્રતા અને ભવિષ્ય માટેની આશાની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે તેમના મિત્ર નરેન્દ્ર મોદીને હિન્દીમાં લખ્યું કે અમે સાથે મળીને વધુ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવાનું ચાલુ રાખીશું. તે જ સમયે દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ પોતાના ખાસ વીડિયો સંદેશમાં કહ્યું કે ભારત-ઈઝરાયેલ સંબંધોને આગળ લઈ જવા માટે નવા લક્ષ્યો નક્કી કરવા માટે આનાથી વધુ સારો સમય કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે વિશ્વમાં મહત્વપૂર્ણ પરિવર્તનો વચ્ચે સંબંધોનું મહત્વ વધી ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઈઝરાયેલના લોકો વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ દિવસ આપણા સંબંધોમાં મહત્વ ધરાવે છે, કારણ કે ૩૦ વર્ષ પહેલા બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. બંને દેશો વચ્ચે એક નવો અધ્યાય શરૂ થયો છે. આ એક નવો અધ્યાય છે, પરંતુ આપણી વચ્ચેનો ઈતિહાસ સદીઓ જૂનો છે. મોદીએ કહ્યું કે સદીઓથી યહૂદી સમુદાય ભારતમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કોઈપણ ભેદભાવ વિના વિકસ્યો છે. તે અમારી વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું હતું કે ભારત-ઈઝરાયેલની ગાઢ મિત્રતા છે અને તેમણે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની આ મજબૂત અને અતૂટ મિત્રતા પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી આ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને ૩૦ વર્ષ થઈ ગયા છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સહકારની તકોને અનંત ગણાવતા બેનેટે કહ્યું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો મજબૂત છે અને સાથે મળીને વધુ મજબૂત બનશે. બેનેટે શનિવારે સાંજે જાહેર કરેલા એક ખાસ વીડિયો સંદેશમાં કહ્યું કે એક વાત હું ભારતના તમામ લોકોને કહેવા માંગુ છું. ભારત અને ઈઝરાયેલ વચ્ચે ગાઢ મિત્રતા છે. આજે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૩૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ૩૦ વર્ષની અદ્ભુત ભાગીદારી, ઊંડા સાંસ્કૃતિક, સૈન્ય અને આર્થિક સહયોગને જાેડે છે.


