ચેન્નાઈ
મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે અલગ રહેતી મહિલા જાે પોતાના ગળામાંથી થાલી (મંગળસૂત્ર) કાઢી નાંખે તો તેને પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતા ગણવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટે પીડિત પતિની તલાક આપવાની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જસ્ટિસ વી. એમ. વેલુમણિ અને જસ્ટિસ એસ. સૌંથરની બેન્ચે ઈરોડમાં એક મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા શિવકુમારની અરજીને મંજૂરી આપી છે અને આ ર્નિણય કર્યો છે. ફેમિલી કોર્ટે ૧૫ જૂન ૨૦૧૬ના રોજ આપેલા આદેશને અરજીકર્તા પ્રોફેસર શિવકુમારે રદ કરવાની માંગ કરી હતી. ફેમિલી કોર્ટે શિવકુમારને તલાક આપવાની ના પાડી દીધી હતી. જ્યારે મહિલાની તપાસ કરવામાં આવી ત્યારે મહિલાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, તેણે માત્ર મંગળસૂત્રની સાંકળ (વિવાહિત હોવાની નિશાની તરીકે પહેરેલ પવિત્ર મંગળસૂત્ર) દૂર કરી હતી. આ મંગળસૂત્ર હજુ પણ તેની પાસે છે, તેણે માત્ર સાંકળ દૂર કરી છે. મહિલાના વકીલે હિંદુ વિવાહ અધિનિયમ ધારા ૭નો હવાલો આપતા કહ્યું હતું કે, મંગળસૂત્ર પહેરવું જરૂરી નથી. જાે પત્ની આ મંગળસૂત્ર ન પહેરે તો તેનાથી વૈવાહિક સંબંધો પર કોઈ અસર થતી નથી. આ સમગ્ર મામલે જસ્ટિસ બેન્ચે જણાવ્યું છે કે, જે જગ્યાએથી આ મામલો સામે આવ્યો છે, તે જગ્યાએ વિવાહ સમારોહમાં મંગળસૂત્ર પહેરવું તેનું એક અલગ મહત્વ રહેલું છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, મહિલાએ મંગળસૂત્ર કાઢી નાખ્યું છે અને તેણે સ્વીકાર કર્યો છે કે, તેણે તે મંગળસૂત્ર બેન્કના લોકરમાં રાખ્યું છે. મહિલા જાણતી હતી કે, કોઈપણ વિવાહિત હિંદુ મહિલા પોતાના પતિના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ મંગળસૂત્ર કાઢતી નથી. વિવાહિત હિંદુ મહિલાના ગળામાં રહેલ મંગળસૂત્રને લગ્નજીવનની નિરંતરતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે પતિના મૃત્યુ બાદ જ કાઢવામાં આવે છે. આ કારણોસર જાે પત્ની મંગળસૂત્ર કાઢે તો તેને માનસિક ક્રૂરતા ગણવામાં આવશે, જેનાથી પતિની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠે આ માપદંડને લાગુ કરતા જણાવ્યું છે કે, મંગળસૂત્ર દૂર કરવાને અનૌપચારિક કૃત્ય ગણવામાં આવશે. અમે ક્યારેય પણ એવું નથી કહેતા કે, મંગળસૂત્રને દૂર કરવું તે વૈવાહિક જીવનને સમાપ્ત કરવા માટે પર્યાપ્ત છે. આ વાતથી પતિના મનમાં સાબિત થાય છે કે, મંગળસૂત્ર લગ્નજીવનની નિશાની નહીં પરંતુ માત્ર એક ટુકડો છે. અલગ થવા સમયે જાે પત્ની ગળામાંથી મંગળસૂત્ર કાઢી નાખે તો તેના પરથી સાબિત થાય છે કે, પત્ની આ લગ્નજીવનને આગળ વધારવાનો ઈરાદો રાખતી નથી. હાઈકોર્ટ ખંડપીઠે જણાવ્યું કે, મહિલાએ તેના પતિના સહકર્મીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં પતિ પર અન્ય મહિલા સહયોગી સાથે સંબંધ હોવાના આરોપ મુક્યા હતા. હાઈકોર્ટે કહ્યું છે કે, પત્નીએ પતિના ચરિત્ર પર સવાલ ઊભા કર્યા હતા અને તમામ લોકોની હાજરીમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાના આરોપ મુકીને માનસિક ક્રૂરતા સાબિત કરી છે. પતિ પત્ની વર્ષ ૨૦૧૧થી અલગ રહે છે અને આ સમયગાળા દરમિયાન પત્નીએ ભેગા રહેવા માટે કોઈપણ પ્રયાસ કર્યા હોય તેવું જાેવા મળ્યું નથી. આ પરિસ્થિતિમાં જાેવા મળે છે કે, પત્નીએ તેના આ કૃત્યથી પતિ પ્રત્યેની માનસિક ક્રૂરતા સાબિત કરી છે. આ કારણોસર અરજીકર્તાની ડાયવોર્સ લેવાની અરજીનો સ્વીકાર કરવામાં આવે છે.

