International

યુરોપમાં યુનિસ વાવાઝોડાને કારણે ૯ના મોત ઃ અનેક ફ્લાઈટ્‌સ રદ

યુરોપ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આઈલ ઓફ વિટ પરની નીડલ્સે પવનની ઝડપ ૧૨૨ એમપીએચ રેકોર્ડ કરી છે, જે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધીની સૌથી મજબૂત પવનની ઝડપ છે. કેટલાક બ્રિટિશ એરપોર્ટ પર પવનના સૂસવાટાને કારણે વિમાનોને ટેકઓફ કરવામાં સમસ્યા ઊભી થઈ હતી. પાયલોટને પણ લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ૨૦૦,૦૦૦ થી વધુ લોકોએ હીથ્રો એરપોર્ટના રનવેનું લાઈવ સ્ટ્રીમ ઓનલાઈન જાેયું. સિરિયમ ડેટા અનુસાર હરિકેન યુનિસના કારણે રેકોર્ડ ઊંચા પવનો વચ્ચે બ્રિટનમાં કુલ ૪૩૬ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. આ સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.યુરોપમાં ેંદ્ભ જીંર્દ્બિ ઈેહૈષ્ઠી નામના વાવાઝોડાનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે પણ ૧૨૨ એમપીએચની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે લંડનમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા છે. હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ઘરોની છત ઉડી ગઈ હતી. બ્રિટનની હવામાન કચેરીએ જણાવ્યું હતું કે હરિકેન યુનિસ મધ્ય એટલાન્ટિકમાં ઉદ્દભવ્યું હતું અને ઝડપથી યુરોપ તરફ આગળ વધ્યું હતું. તેનાથી લોકોના જીવ જાેખમમાં મુકાયા છે. પશ્ચિમ ઈંગ્લેન્ડ પણ વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું. તે કોર્નવોલમાં લેન્ડફોલ કર્યું, જ્યાં સમુદ્રના મોજાઓ ખૂબ ઊંચા થવા લાગ્યા.બ્રિટન ઉપરાંત નેધરલેન્ડમાં પણ વાવાઝોડાનો કહેર જાેવા મળી રહ્યો છે. અહીં ઝાડ પડવાથી ચાર લોકોના મોત થયા છે. બેલ્જિયમમાં પણ ભારે પવનના કારણે ઘરોની છત ઉડી ગઈ હતી. આયર્લેન્ડમાં વાવાઝોડાનો કચરો સાફ કરતી વખતે જમીન પર પડેલા ઝાડમાં ફસાઈ જતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. જાેરદાર પવનને કારણે લંડનના ર્ં૨ એરેનામાં ઘણું નુકસાન થયું છે. વેલ્સમાં સમુદ્રના મોજા ખૂબ જ ઉંચા ઉછળવા લાગ્યા. લગભગ ૧૦૦,૦૦૦ લોકોને વીજળી વિના જીવવાની ફરજ પડી હતી. વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર પણ અહીંથી આવ્યા હતા. લંડનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Storm-Eunice-9-dead-436-flights-cancelled-as-winds-up-to-nearly-200-kmph.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *