રશિયા
યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા રશિયાએ ચીન પાસે સૈન્ય અને આર્થિક મદદ માંગી છે. રશિયાએ આ મદદ એવા સમયે માંગી છે, જ્યારે અમેરિકાએ ચીનને ધમકાવ્યું છે. રશિયાએ ચીન પાસે સહાયતાના રૂપમાં સૈન્ય ઉપકરણ માંગ્યા છે. રશિયાએ ચીન પાસે સહાયતાના રૂપમાં સૈન્ય ઉપકરણ માંગ્યા છે. એક વરિષ્ઠ અમેરિકાના સૈન્ય અધિકારીએ એવો દાવો કર્યો છે કે રશિયાએ સૈન્ય સિવાય ડ્રોનની પણ મદદ ચીન પાસે માંગી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે અમેરિકાએ ચીનને ચેતવણી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને મદદ કરવા જાે ચીન આગળ આવશે, તો તેણે પણ ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. નાણાંકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી રશિયા આર્થિક રીતે નબળુ પડી રહ્યું છે અને આ કારણે તેને ચીનના શરણમાં જવાની ફરજ પડી છે. અમેરિકા સહિત ઘણા મોટા દેશોએ રશિયાની બેન્કો પર પ્રતિબંધ લગાવી દીધા છે. ઘણી મોટી કંપનીઓએ પણ રશિયામાં પોતાની સર્વિસ બંધ કરી દીધી છે. એટલું જ નહિ ઘણી મોટી કંપનીઓએ રશિયામાં પોતાની સેવા રોકી દીધી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ચીનના દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગ્યુએ કહ્યું કે રશિયા દ્વારા મદદ માંગવાને લઈને તેમને કોઈ માહિતી નથી. તેમને એવી કોઈ માહિતી નથી કે ચીન રશિયાની મદદ કરવા માટે તૈયાર પણ થઈ શકે છે. જાેકે પેંગ્યૂએ યુક્રેનમાં સર્જાયેલી સ્થિતિને લઈને ચિંતા વ્યક્તિ કરી અને કહ્યું કે ચીને યુક્રેનને માનવીય સહાયતા આપવાનું ચાલુ રાખ્યું છે અને આગળ પણ ચાલુ રાખશે. પેંગ્યુએ કહ્યું કે હાલ અમારી પ્રાથમિકતા તણાવપૂર્ણ સ્થિતિને વધતી અટકાવવાની છે. ચીન સંયમ રાખવાની સાથે મોટા પાયે માનવીય સંકટને રોકવાના પક્ષમાં છે. રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ૧૯મો દિવસ છે. બંને દેશોની વચ્ચે સમાધાનનો હાલ કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. આ દરમિયાન રશિયા અને યુક્રેનની વચ્ચે ચોથા તબક્કાની વાતચીત એકથી બે દિવસમાં થઈ શકે છે. આ દરમિયાન રશિયા તરફથી યુક્રેન પરના હુમલાને વધુ તેજ કરી દેવામાં આવ્યા છે. યુક્રેનના ૨૪ શહેરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. તેમાંથી ૧૯માં તો રેડ એલર્ટ ઈસ્યુ કરવામાં આવી છે. અહીં રશિયા સતત બોમ્બ વરસાવી રહ્યું છે.