International

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું “અમેરિકામાં ગૃહયુદ્ધ, એલોન મસ્ક બનશે નવા રાષ્ટ્રપતિ”

અમેરિકા
વર્ષ ૨૦૨૩ શરૂ થાય તે પહેલા જ રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. દિમિત્રી મેદવેદેવે અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સાથે વર્ષ ૨૦૨૩માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલોન મસ્કની જીતની આગાહી કરી હતી. “કેલિફોર્નિયા અને ટેક્સાસ અલગ દેશો બનશે.” આ સાથે તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા ભારે વધારા અંગે પણ વાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન રહી ચૂકેલા દિમિત્રી મેદવેદેવે ટ્‌વીટ કર્યું છે કે, અમારા તરફથી જાણો વર્ષ ૨૦૨૩માં શું થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમેરિકાના કેલિફોર્નિયામાં ગૃહયુદ્ધ થશે અને તેનું પરિણામ એ આવશે કે ટેક્સાસ એક સ્વતંત્ર રાજ્ય બની જશે. પાછળથી ટેક્સાસ અને મેક્સિકો એક નવું રાજ્ય બનાવવા માટે મર્જ થશે. અમેરિકામાં ગૃહયુદ્ધ શાંત થશે, ત્યારે એલોન મસ્ક મોટાભાગના રાજ્યોમાં યુએસ પ્રમુખની ચૂંટણી જીતશે. દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, રશિયા અને પશ્ચિમી દેશોમાં વધતા તણાવને કારણે વર્ષ ૨૦૨૩માં તેલની કિંમત પ્રતિ બેરલ ૧૫૦ ડોલર સુધી પહોંચી શકે છે. ગેસની કિંમત ૫ ડોલર પ્રતિ ઘન મીટર હોઈ શકે છે. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદમાં ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે વધુમાં કહ્યું કે, બ્રિટન ફરી એકવાર યુરોપિયન યુનિયનનો હિસ્સો બની શકે છે. બ્રિટન જાેડાતાંની સાથે જ યુરોપિયન યુનિયન તૂટી જશે. યુરોપિયન યુનિયનનું ચલણ યુરો, ચલણમાંથી બહાર થઈ જશે. દિમિત્રીએ આગાહી કરી હતી કે, યુક્રેન પોલેન્ડ અને હંગેરી દ્વારા કબજે કરવામાં આવશે. ૨૦૨૩ માં ઉત્તરી આયર્લૅન્ડ બ્રિટનથી અલગ થઈને રિપબ્લિક ઑફ આયર્લેન્ડમાં જાેડાશે. દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, ફરી એકવાર નાઝી સામ્રાજ્યનો ઉદય થશે, જેમાં જર્મની, પોલેન્ડ, બાલ્ટિક રાજ્યો, ચેક, સ્લોવાકિયા, કિવ રિપબ્લિક અને અન્ય દેશોનો સમાવેશ થશે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *