International

વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ પોતાનો ૧૧૩મો જન્મદિન ઉજવ્યો

વેનેઝુએલા
વેનેઝુએલાના રહેવાસી પેરેજ મોરા વિશ્વના સૌથી બુઝુર્ગ અને જીવિત વ્યકિત છે. તેમણે ૨૭ મેના રોજ પોતાનો ૧૧૩મો જન્મદિન ઉજવીને સમગ્ર દુનિયાના અહેવાલોમાં છવાયા છે. આ ખાસ અવસર પર તેમણે પોતાની લાંબી ઉંમરનું રહસ્ય લોકો સાથે શેર કર્યું. આજે આપણે જાણીશું કે શું છે તેમના સ્વસ્થ રહેવાનું સીક્રેટ. જુઆન વિસેંટ પેરેજ મોરાના આ જન્મદિવસ પર તેમના ખાસ મિત્રો અને પરિવારના સભ્યોએ ભાગ લીધો. કેક કાપ્યા બાદ ચર્ચની બહાર મોડે સુધી તેમણે પાર્ટી કરી હતી. ત્યારબાદ પેરેજ મોરાએ જણાવ્યું હતું કે, તેઓ દરરોજ એક ગ્લાસ શેરડીના રસમાંથી બનેલો દારૂ પીવે છે. જાેકે, તેઓ દિવસની શરૂઆત ૧ કપ કોફી સાથે કરે છે. કોફી પીધા પછી થોડાક સમય પછી તેઓ એક ગ્લાસ અગુઆર્ડિએંટ દારૂ પીવી છે, જે શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. પેરેજ મોકાને ગિનીજ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડની ટીમ તરફથી દુનિયાના સૌથી લાંબુ આયુષ્ય ધરાવનાર બુઝર્ગ વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી તેમની ઉંમર ૧૧૨ વર્ષ અને ૨૫૩ દિવસ હતી. પેરેઝ મોરાએ સેટર્નિનો ડે લા ફુએન્ટે ગાર્સિયાનો રેકોર્ડ તોડ્યો. પેરેઝ મોરા પહેલા ગાર્સિયા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ સ્પેનમાં જન્મેલા ગાર્સિયાનું જાન્યુઆરીમાં ૧૧૨ વર્ષ અને ૩૪૧ દિવસની ઉંમરે અવસાન થયું હતું. સ્થાનીક ડોક્ટર તેમનું ઘણીવખત ચેકઅપ કરી ચૂક્યા છે. ડોક્ટરોનું માનીએ તો પેરેજ મોરાનું સ્વાસ્થ્ય એકદીમ ફીટ છે અને તેઓ કોઈ દવા પણ લઈ રહ્યા નથી. જાેકે, તેમણે હાઈ બીપી અને ઉંચું સાંભળવાની સમસ્યા છે. પરંતુ આ તો તેમની ઉંમરના કારણે છે. તેમની પુત્રી નેલિદા પેરેજ જણાવે છે કે, અમારા માટે રાહતની વાત એ છે કે તેમને કોઈ પણ પ્રકારની બિમારી નથી. તેમને કોઈ દવા લેવાની પણ જરૂર પડતી નથી.રોજિંદી ભાગદોડવાળી લાઈફ અને હાલના ખાણપાણના કારણે દુનિયામાં અલગ અલગ કારણોસર ધીરેધીરે માણસની સરેરાશ ઉંમર ઘટતી જઈ રહી છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે. પરંતુ દુનિયાભરમાં એવા ઘણા લોકો છે, જે આજે પણ પોતાની ઉંમર અને સ્વાસ્થ્યને લઈને આજની યુવાપેઢીને શરમાવે છે. તેમની ફિટનેસ અને આયુષ્ય કોઈ રહસ્યથી ઓછું હોતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *