International

વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સનું નામ ડબ્લ્યુએચઓ બદલશે

વોશિંગ્ટન
હવે મંકીપોક્સ યુરોપ અને અમેરિકાના ભાગોમાં ફેલાઈ ગયું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક સમાચાર અનુસાર, ડબ્લ્યુએચઓ હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ રોગચાળો કેવી રીતે થયો. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે ડબ્લ્યુએચઓ મંકીપોક્સ વાયરસ અને તેનાથી થતા રોગનું નામ બદલવા માટે વિશ્વભરના નિષ્ણાતો સાથે કામ કરી રહ્યું છે. નવા નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અત્યાર સુધીમાં, મંકીપોક્સના કેસો ૩૦ થી વધુ દેશોમાં નોંધાયા છે જ્યાં અગાઉ વાયરસ જાેવા મળ્યો ન હતો. આવા કેસોની સંખ્યા વધીને ૧,૯૦૦ થઈ ગઈ છે. આમાંના મોટાભાગના કેસ યુરોપના છે. ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ગ્રીસ, ઇટાલી, આયર્લેન્ડ, ઇટાલી, પોલેન્ડ, પોર્ટુગલ અને રોમાનિયામાં મંકીપોક્સના કેસ મળી આવ્યા છે. ઓસ્ટ્રેલિયા, યુએઈ અને ઈઝરાયેલમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે. ૧૪ જૂન સુધીમાં, એકલા યુકેમાં મંકીપોક્સના ૫૨૪ કેસ નોંધાયા છે.મંકીપોક્સ વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મે મહિનામાં મંકીપોક્સના પ્રથમ કેસ નોંધાયા ત્યારથી, આ ખતરનાક વાયરસ ૩૦ દેશોમાં ફેલાયો છે. એવા સમયે જ્યારે મંકીપોક્સના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે, ત્યારે આ વાયરસ માટે ટૂંક સમયમાં એક નવું નામ આવવાની આશા રાખવામાં આવી શકે છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું છે કે તે મંકીપોક્સનું નામ બદલવા માટે વિશ્વભરના નિષ્ણાતો સાથે સલાહ લઈ રહ્યું છે. મંકીપોક્સનો પ્રકોપ એવા સમયે ફેલાઈ રહ્યો છે જ્યારે વિશ્વને હજી સુધી કોરોના વાયરસ થી સંપૂર્ણ રાહત મળી નથી. મંકીપોક્સનું નામ બદલવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ રહી છે કારણ કે મે પહેલા આ વાયરસ મોટાભાગે આફ્રિકન દેશો સુધી સીમિત હતો. આ એક મોટું કારણ છે કે અત્યાર સુધી મંકીપોક્સને ભેદભાવ તરીકે જાેવામાં આવે છે.

International-WHO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *