International

સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી અને એક હાથ કામ કરતો બંધ થયો!

ન્યુયોર્ક
ન્યૂયોર્કઃ જાણીતા અને વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીએ એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે. આ સિવાય તે હવે માત્ર એક હાથનો ઉપયોગ કરી શકે છે. તેમના પ્રતિનિધિએ જણાવ્યું હતુ કે, ‘ઓગસ્ટના હુમલા બાદ તેમના કેટલાક અંગો પર અસર થઈ હતી. પશ્ચિમ ન્યૂયોર્ક શહેરમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં રશ્દી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સાલ બેલો અને રોબર્ટો બોલાઓ જેવા મુખ્ય લેખકોનું પ્રતિનિધિત્વ કરનારા એન્ડ્રૂ વાયલીએ જણાવ્યુ હતુ કે રશ્દીની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, રશ્દી જ્યારે સ્પેનિશ અખબાર અલ પેસને ઈન્ટરવ્યૂ આપી રહ્યા હતા. ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. વિલીએ કહ્યું કે, ‘રશ્દીને ગળામાં ત્રણ ગંભીર ઘા હતા. ચેતા કપાઈ જવાથી એક હાથ કામ કરતો બંધ થઈ ગયો છે. આ સિવાય તેની છાતી અને ધડ પર ૧૫ ઘા છે.’ જાે કે, વિવાદાસ્પદ પુસ્તક ધ સેટેનિક વર્સીસના ૭૫ વર્ષીય લેખક રશ્દી બે મહિનાથી વધુ સમયથી હોસ્પિટલમાં છે તે અંગે વાયલીએ કોઈ ટિપ્પણી કરી નહોતી. સલમાન રશ્દીની ગરદન અને ધડ પર ૨૪ વર્ષીય છોકરાએ હુમલો કર્યો હતો. ત્યારે તેઓ ચટેઉક્વા ઈન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા. હુમલા બાદ હોબાળો મચી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રશ્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેના હાથની નસો કપાઈ ગઈ હતી, લીવરમાં ઈજા થઈ હતી અને તેમની આંખોની રોશની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રશ્દી પરના આ હુમલાના ૩૩ વર્ષ પહેલાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીએ તેમની ‘ધ સેટેનિક વર્સીસ’ને લઈને તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. તેનું માથું કાપી નાખવાની વાત કરી હતી. પુસ્તકને ઇશનિંદા તરીકે જાેવામાં આવ્યું હતું. રશ્દીનો જન્મ ભારતમાં મુસ્લિમ-કાશ્મીરી પરિવારમાં થયો હતો. ફતવો તેમના પર હોવાથી તેમણે ૯ વર્ષ બ્રિટિશ પોલીસના રક્ષણમાં પસાર કરવા પડ્યા હતા. ઈરાનના સુધારાવાદી પ્રમુખ મોહમ્મદ ખતામીએ ૧૯૯૦માં આ ફતવાથી પોતાને દૂર કર્યા હતા. પરંતુ રશ્દી પર કરોડો રૂપિયાનો ફતવો રહ્યો હતો, તેને કોઈએ હટાવ્યો નહીં. તે દરમિયાન વર્ષ ૨૦૧૯માં ખોમેનીના ઉત્તરાધિકારી આયતુલ્લા અલી ખામેનીએ કહ્યું કે, ‘રુશ્દી પર ફતવો ચાલુ છે.’ આ પછી ટિ્‌વટરે તેનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *