International

અફઘાનિસ્તાનના કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર ફિદાયીન હુમલોમાં ૨૦ લોકોના થયા મોત

કાબુલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર બોમ્બ વિસ્ફોટમાં ૨૦ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં ૨ રશિયન રાજનયિક પણ સામેલ છે. બોમ્બ વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગમભાગી કરવા લાગ્યા. ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. મળતી માહિતી મુજબ એક ફિદાયીન હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. વિસ્ફોટ અફઘાનિસ્તાનની રશિયન એમ્બેસી બહાર થયો. જ્યાં લોકો વિઝા માટે રાહ જાેઈ રહ્યા હતા. હાલ સુરક્ષા અધિકારીઓએ આ ઘટના પર કોઈ નિવેદન આપ્યું નથી. ફિદાયીન હુમલાખોરને ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ રશિયન એમ્બેસીના ગાર્ડ્‌સે (તાલિબાન) તેને ઠાર કર્યો. પરંતુ ત્યારે જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી. જેમાં ૨૦ લોકો માર્યા ગયા. મૃતકોમાં ૨ રશિયન રાજનયિક પણ સામેલ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *