International

અમેરિકાના મેનહટનમાં ગાંધીજીની પ્રતિમા તોડી દેતા કડક કાર્યવાહીની માંગ

 

અમેરિકા
અમેરિકાના મેનહટનમાં શનિવારે અજાણ્યા લોકોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મોટા કદની કાંસ્ય પ્રતિમા પર હુમલો કર્યો હતો. અજાણ્યા વ્યક્તિઓએ પ્રતિમાને નુકશાન પહોંચાડ્યું હતું. તેમણે કહ્યું કે વાણિજ્ય દૂતાવાસ પ્રતિમાને તોડવાના આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ મામલો સ્થાનિક અધિકારીઓ સામે ઉઠાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલો તાત્કાલિક તપાસ માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે પણ ઉઠાવવામાં આવ્યો છે અને તેમને આ જઘન્ય કૃત્ય માટે જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. આઠ ફૂટ ઊંચી પ્રતિમા ગાંધી મેમોરિયલ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા દાનમાં આપવામાં આવી હતી અને ગાંધીજીની ૧૧૭મી જન્મજયંતિના અવસરે ૨ ઓક્ટોબર, ૧૯૮૬ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમાને ૨૦૦૧માં હટાવીને ૨૦૦૨માં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ગયા મહિને, અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં અજાણ્યા બદમાશોએ આવી જ રીતે ગાંધીજીની બીજી પ્રતિમાને ખંડિત કરી હતી. અગાઉ ૨૬ જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૬ જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ ઘણા દેશોમાં રેલીઓ કાઢી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ભારતના બંધારણ અને ધ્વજની નકલ પણ બાળવામાં આવી હતી. અમેરિકાના વોશિંગ્ટનમાં ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારત સરકારે ભેટમાં આપેલી મહાત્મા ગાંધીની મોટા કદની કાંસ્ય પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ખુદ આ ઘટનાની નિંદા કરી હતી અને તેને શરમજનક ગણાવી હતી. આ પ્રતિમાનું અનાવરણ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. જેના ૨૪ કલાકની અંદર જ પ્રતિમા પર હુમલો થયો.આ હુમલામાં ગાંધીજીની પ્રતિમાને ઘણું નુકસાન થયું છે. મહાત્મા ગાંધીની પ્રતિમા પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા પર ગુસ્સો વ્યક્ત કરતા ભારતીય અમેરિકન સમુદાયે કડક કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ ભારતના કોન્સ્યુલેટ જનરલે આ પગલાની સખત નિંદા કરી છે અને તેને ઘૃણાસ્પદ ગણાવ્યું છે.

Mahatma-Gandhiji-Stute.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *