અમેરિકા
યુક્રેન અને રશિયા વચ્ચે ૨૦૧૪થી વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે રશિયાએ યુક્રેનનો ભાગ ગણાતા ક્રિમીઆ પર હુમલો કરીને કબજાે કર્યો. પરંતુ ગયા વર્ષની સરખામણીએ સ્થિતિ વધુ તંગ બની હતી. કારણ કે રશિયાએ યુક્રેનની સરહદ પાસે એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. સેટેલાઇટ તસવીરોમાં જાેવા મળ્યું છે કે આ સૈનિકો પાસે ઘાતક હથિયારો પણ છે. અમેરિકાએ બે વખત ચેતવણી આપી છે કે રશિયા કોઈપણ દિવસે યુક્રેન પર હુમલો કરી શકે છે. જ્યારે રશિયાએ હુમલાનો ઈન્કાર કર્યો છે.યુએસ આર્મીના લેફ્ટનન્ટ જનરલ એરિક કુરિલાએ મંગળવારે ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે જાે રશિયા યુક્રેન પર આક્રમણ કરે છે તો તે સીરિયા સહિત પશ્ચિમ એશિયામાં વ્યાપક અસ્થિરતા તરફ દોરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ઈરાન અમેરિકા અને આ ક્ષેત્રમાં સહયોગી દેશો માટે મોટો ખતરો છે. કુરિલાએ મધ્ય પૂર્વમાં ટોચના યુએસ કમાન્ડરના પદ માટે સેનેટની સુનાવણી દરમિયાન ગૃહ સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું હતું કે, ચીન સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં તેની તાકાત વધારી રહ્યું છે અને ત્યાં ખર્ચ વધારી રહ્યું છે. આ પ્રદેશમાં એવા દેશોનો પણ સમાવેશ થાય છે કે, જેને અમેરિકાને અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી ગતિવિધિઓ અંગે ગુપ્ત માહિતી એકત્ર કરવાની જરૂર છે. “યુએસ ચીન અને રશિયા સાથે વ્યૂહાત્મક સ્પર્ધાના નવા યુગનો સામનો કરી રહ્યું છે જે એક ભૌગોલિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી અને સમગ્ર સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં વિસ્તરે છે,” કુરિલાએ જણાવ્યું હતું. અમેરિકા ચીન સાથે સ્પર્ધાને પ્રાથમિકતા આપે છે, જે યોગ્ય ર્નિણય છે, પરંતુ આપણે મધ્ય પૂર્વ અને મધ્ય અને દક્ષિણ એશિયામાં પણ સક્રિય રહેવું જાેઈએ. ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધોનો બહોળો અનુભવ ધરાવતા કુરિલાનું સમિતિએ સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, આ પદ માટે તેમના નામની પુષ્ટિ થવાની સંભાવના છે. કુરિલાએ આ વાત એવા સમયે કરી છે જ્યારે યુક્રેન સંકટના સમાધાન માટે આંતરરાષ્ટ્રીય કવાયત તેજ થઈ ગઈ છે. આ પ્રયાસના ભાગરૂપે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા મોસ્કો ગયા હતા. મેક્રોન તેમની સાથેની ચર્ચાના કલાકો પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરવા કિવ ગયા હતા.