International

અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા જ્જ મળ્યા

વોશિંગ્ટન
આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ જાે બાઈડને કેતનજી બ્રાઉન જેક્સનને સુપ્રીમ કોર્ટમાં નામાંકિત કર્યા હતા. બાઈડનના નામાંકન સાથે આ અશ્વેત મહિલા માટે અમેરિકાની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવાનો માર્ગ સાફ થઈ ગયો. આ જાહેરાત સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને પોતાનું ચૂંટણી વચન પણ પૂરું કર્યું, જેમાં તેમણે અશ્વેત મહિલાને સર્વોચ્ચ અદાલતમાં મોકલવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેતનજી બ્રાઉન જેક્સન સુપ્રીમ કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા જજ બનશે. કેતનજી બ્રાઉન જેક્સન હાલમાં ફેડરલ કોર્ટ ઓફ અપીલ્સમાં જજ છે. જસ્ટિસ ક્લેરેન્સ થોમસ પછી આ કોર્ટમાં તેઓ બીજા અશ્વેત જજ છે. લગભગ બે સદીઓથી યુએસ સુપ્રીમ કોર્ટમાં માત્ર ગોરા લોકો જ ન્યાયાધીશ છે. અગાઉ, યુએસ પ્રમુખ જાે બાઈડને સુપ્રીમ કોર્ટમાં સંભવિત ખાલી જગ્યા ભરવા માટે ઓછામાં ઓછા ત્રણ અશ્વેત મહિલા ન્યાયાધીશોનુ નામ આગળ ધર્યું હતુ. યુએસ પ્રમુખ જાે બાઈડને જાન્યુઆરી ૨૦૨૧ માં પદ સંભાળ્યું ત્યારથી તેઓ વિવિધ સમુદાયોના ન્યાયાધીશોને ફેડરલ બેન્ચ માટે નામાંકિત કરવાની પ્રક્રિયામાં જાેડાયેલા છે. તેમણે અપીલની ફેડરલ કોર્ટમાં પાંચ અશ્વેત મહિલા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં સફળતા મેળવી છે, જ્યારે સેનેટમાં ત્રણ વધારાના નામાંકન બાકી છે.યુએસ સેનેટે ગુરુવારે જજ કેતનજી બ્રાઉન જેક્સનને દેશની સર્વોચ્ચ અદાલતમાં બેસનાર પ્રથમ અશ્વેત મહિલાની પુષ્ટિ કરી હતી. સેનેટે ન્યાયાધીશ કેતનજી બ્રાઉન જેક્સનને સમર્થન આપવા માટે ૫૩ થી ૪૭ મત આપ્યા, જેનાથી તેઓ સુપ્રીમ કોર્ટના પ્રથમ અશ્વેત મહિલા ન્યાયાધીશ બન્યા. ત્રણ રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સ, લિસા મુર્કોવસ્કી અને મિટ રોમનીએ શાસક ડેમોક્રેટિક પાર્ટીના ૫૦ સભ્યોની તરફેણમાં મતદાન કર્યા બાદ સેનેટે ૫૩-૪૭નો ઐતિહાસિક ર્નિણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *