વોશિંગટન
અમેરિકામાં બમ સાઈક્લોન એટસે કે, ઠંડીના તોફાનથી લાખો લોકો પ્રભાવિત થયા છે. ક્રિસમસની રજાઓની વચ્ચે લોકો મોજ મસ્તી કરવાનું વિચારી રહ્યા હતા. પણ તેમને બર્ફિલા તોફાનના કારણે પોતાના ઘરમાં જ દબાઈને રહેવું પડશે. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, બમ તોફાનથી ૧૪ લાખથી વધારે પરિવારના ઘરની વિજળી બંધ થઈ ગઈ છે. બ્લેકઆઉટ અને તાપમાનમાં ઘટાડાના કારણે વ્યવસાય ગંભીર રીતે પ્રભાવિત થયા છે. એસોસિએટેડ પ્રેસે જણાવ્યુ છે કે બ્લેકઆઉટની મોટા ભાગની ઘટનાઓ પૂર્વી અમેરિકામાં થઈ છે, જ્યાં તોફાનમાં ઝાડ ઉખડી ગયા અને વિજળીના થાંભલા પણ પડી, જેના કારણે ઈલેક્ટ્રિસિટી ટ્રાંસમિશન પ્રભાવિત થયું. દેશના પશ્ચિમી રાજ્ય મોંટાનામાં શુક્રવારે ન્યૂનતમ તાપમાન – ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું છે. ચક્રવાતી તોફાનના કારણે અમેરિકાના મધ્ય રાજ્યોમાં તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. નેશનલ વેદર સર્વિસે જણાવ્યું છે કે, ડેસ મોઈનેસ, આયોવામાં તાપમાન -૩૭°હ્લ (-૩૮°ઝ્ર) રહ્યું, જે ૫ મીનિટથી ઓછા સમયમાં ફ્રોસ્ટેબાઈટ ઊભી કરી શકે છે. મતલબ જાે માણસ ખુલી હવામાં જાે માણસ જાય તો, ઠંડી હવાના કારણે તેની ચામડી ડેડ થઈ જાય. ઈંટરનલ ટીશ્યૂઝ ડેમેઝ થઈ શકે છે. દેશભરમાં ૩૦૦૦થી વધારે ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે રદ કરવી પડી છે. બમ સાઈક્લોનના કારણે એકલા ઉત્તરી કેરોલિને ૧,૮૧,૦૦૦થી વધારે ઘરોને આઉટેઝનો સામનો કરવો પડ્યો. વર્જિનિયા અને ટેનેસીમાં પણ હાલત ખરાબ છે. સ્કાઈ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, શુક્રવારે તોફાની ચક્રવાતના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને ૧૩ થઈ ગઈ છે. આ અગાઉ સીઝન સંબંધી ઘટનાઓમાં ૯ લોકોના મોત થઈ ગયા હતા. ઓહિયોમાં એક કાર દુર્ઘટનામાં ૪ અન્ય લોકોના મોત થયા હતા. રાજ્યના ગવર્નરના જણાવ્યા અનુસાર, હાલમાં ઓહિયોના રસ્તા લોકો માટે ખતરો બનેલા છે. તેમણે લોકોને જ્યાં સુધી સ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવાનો આગ્રહ કર્યો છે. નેશનલ વેદર સર્વિસે જણાવ્યું છે કે, દેશના ૨૦ કરોડથી વધારે લોકો એડવાઈઝરી અથવા એલર્ટની હેઠળ છે. ન્યૂયોર્ક ગવર્નરે શહેરમાં ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. કારણ અહીં ઠંડી અસહ્ય થઈ ગઈ છે અને ટેમ્પરેચર -૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે કહ્યું કે, અમે બરફવર્ષા, ફ્લડ, જામ કરી દેતું તાપમાન અને એ બધુ, જેનો અઠવાડીયાના અંત સુધીમાં અમે સામનો કરવાના છીએ, રાજ્યના અમુક ભાગમાં વરસાદ થઈ રહ્યો છે. જે તાપમાન નીચુ લાવી રહ્યુ છે. રાજ્યના અન્ય ભાગમાં ફ્લૈશ ફ્લડનો ખતરો મંડરાયેલો છે, પરિસ્થિતિ જીવલેણ છે, એટલા માટે ઘરોમાં રહેવું સૌથી સારો વિકલ્પ છે. ભીષણ ઠંડીથી સૌથી વધારે મુશ્કેલી બેઘર લોકોને થઈ રહી છે. ટેક્સાસમાં મેક્સિકોથી આવેલા પ્રવાસીઓએ ચર્ચ, સ્કૂલ અને કમ્યુનિટી સેંટર્સમાં આશરો લીધો છે. સ્વયંસેવી સંસ્થા લોકોને કોટ, ટોપી, થર્મલ અંડરવિયર, કંબલ, ધાબળા અને સ્લીપિંગ બેગ આપી રહ્યા છે.
