લુસાકા
આફ્રિકી દેશ ગાંબિયામાં હાલના સમયમાં સેક્સ ટૂરિઝ્મનો વેપાર ફુલ્યોફાલ્યો છે. અહીં સેક્સ માટે આફ્રિકી છોકરીઓને હાયર કરવામાં આવે છે. અહીં યુરોપથી ૬૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ પહોંચી રહી છે અને પોતાનાથી અડધી ઉંમરના છોકરાઓને હાયર કરી રહી છે. આફ્રિકાના પશ્ચિમી તટ પર ગાંબિયા આવેલું છે. અહીં બીચ પર આ પ્રકારનો વેપાર થઈ રહ્યો છે. ગાંબિયાના અધિકારીઓ તેને રોકવા માગે છે. સ્થાનિક લોકો તેને સમગ્રપણે બંધ કરવાની માગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, યુવાન છોકરાઓેને ફસાવીને તેમનો પરિવાર વેરવિખેર કરી નાખે છે.દ સને પોતાના એક રિપોર્ટમાં આ રિયલ લાઈફ ટિંડર બતાવ્યું છે. તેમાં કહેવાયુ છે કે, હાલત પહેલા જેવી જ છે. કોલોલી ટૂરિસ્ટ એરિયામાં પોલીસ સર્ચ કરી રહી છે. પણ કપલ્સને તેનાથી કોઈ ફરક પડતો નથી. લોકોની ટિકા પર કપલ્સ પોતાનું કામ ચાલુ રાખતા હોવાનું કહેવાય છે. ડાર્ટફોર્ડની રહેવાસી ૬૫ની મહિલાએ જણાવ્યું છે કે, મને નથી ખબર કે તકલીફ શું છે. હું કંઈ પણ ગેરકાયદેસર કરતી નથી. થાઈલેન્ડમાં ઘણી બધી યુવાન છોકરીઓ મળી જાય છે. જેમની સાથે ઘરડા માણસો હોય છે. તેના પર તો કોઈ કશું બોલતા નથી. પણ જેવું ઉલ્ટુ થઈ જાય તો, હોબાળો મચી જાય છે. કોલોલીમાં સરેરાશ માસિક વેતન ૧૮૬૬૧ રૂપિયા છે, હોટલ કર્મચારીઓ માટે તો ૫ હજારથી પણ ઓછુ છે, તો વળી એક પુરુષ સેક્સ વર્કર અઠવાડીયામાં ૪૫-૫૦ હજાર રૂપિયા સુધી કમાઈ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મહિલાઓ ભાગ્યે જ ક્યારેય સેક્સ માટે પૈસા ચુકવતી હશે. તેની જગ્યાએ તે પોતાના પાર્ટનર પર ખર્ચો કરે છે.અમુક લોકો આ દરમિયાન પ્રેમમાં પડી જતાં હોય છે. ગાંબિયાના રહેવાસી ઓલૂએ જણાવ્યું છે કે, ઉંમર અમારા માટે એક સંખ્યા છે. જાે આપ એક અમીર શ્વેત મહિલાની સાથે છો તો આપ ગર્વ કરશો કારણ કે, લોકો આપની ઈજ્જત કરશે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે, તે કેવી દેખાઈ છે અને કેટલી ઉંમરલાયક છે. અહીં લોકો પાસે પૈસા નથી. જાે એક શ્વેત મહિલા મને પસંદ કરે છે, તો હું પરિવારને મદદ કરવા માટે પૈસા ચોક્કસથી લઈશ. કેટલીય બ્રિટિશ મહિલાઓ એવી છે, જેમણે ગાંબિયાના છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. એક હોટલ ચલાવતા ૪૦ વર્ષના લૈમિન કહે છે કે, અમે આ પ્રકારના પર્યટન પર રોક લગાવવા માટે નવા નિયમોની માગ કરી રહ્યા છીએ. આ અત્યંત શરમજનક છે. પણ થઈ રહ્યું છે. જાે આપ રજા માણવા માટે આવો છો, તો સારી બાબત છે, પણ સેક્સ ટૂરિઝ્મ માટે આવો તે ખોટી બાબત છે. જાે આપ કોઈ છોકરાને તેના પરિવારથી અલગ કરશો, તો તેનો પરિવાર તૂટી જશે. અમે કેટલીય મહિલાઓને એક છોકરા પર અઠવાડીયામાં જ ૫૦ હજાર સુધી ખર્ચ કરતા જાેઈ છે. પણ પૈસા માણસને ખરીદી શકતા નથી.


