International

ઇંગ્લેન્ડના કેટલાંક ભાગો સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર

ઇંગ્લેન્ડ
લાંબા સમયથી ‘હીટવેવ’ની સ્થિતિને કારણે ઇંગ્લેન્ડના ઘણા ભાગોને શુક્રવારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેને લીધે આ વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પાણીના ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દક્ષિણપશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ઇંગ્લેન્ડ તેમજ પૂર્વ ઇંગ્લેન્ડના તમામ ભાગોનો સમાવેશ થાય છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની જાહેરાત પહેલાં પર્યાવરણ એજન્સી, સરકાર, પાણીની કંપનીઓ અને મહત્વના પ્રતિનિધી જૂથોના બનેલા ‘રાષ્ટ્રીય દુષ્કાળ જૂથ’ની બેઠક શુક્રવારે મળી હતી. બ્રિટનના પાણી મંત્રી સ્ટિવ ડબલે જણાવ્યું હતું કે, “દેશના ભાગોમાં અમે અત્યારે બીજા હીટવેવનો અનુભવ કરી રહ્યા છીએ. સૂકા હવામાન માટે અમે અગાઉની તુલનામાં વધુ તૈયાર છીએ. જાેકે, અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખીશું. જેમાં ખેડૂતો અને પર્યાવરણ પર અસર અને જરૂર જણાય ત્યાં પગલાં લેવાનો સમાવેશ થાય છે.” અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસી અને બિઝનેસને સ્રોતોનો સમજી વિચારીને ઉપયોગ કરવા જણાવાયું છે. તેમને પાણીનો ધ્યાનથી ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડના ઘણા ભાગોમાં તાપમાન ઘણું ઊંચું છે અને વરસાદ ઘણો ઓછો થયો છે. મંગળવાર સુધી અહીં કાળઝાળ ગરમીની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ઇંગ્લેન્ડમાં તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ છે, જે કેરેબિયન ટાપુઓ કરતાં પણ ગરમ છે. અત્યાર સુધીના સૌથી સૂકા જુલાઇ મહિના પછી ફરી હીટવેવ શરૂ થયો છે. નદીઓ, ઝરણા અને અન્ય સ્રોતોના જળસ્તરમાં ઘટાડો થયો છે. ઇંગ્લેન્ડમાં સતત પાંચ મહિનાથી સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. યુરોપના ઘણા દેશો પણ દુકાળની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ફ્રાન્સના બરગંડી વિસ્તારની ટિલ નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. એવી રીતે સ્પેનની દાનુબે, ધ રાઇન એન્ડ ધ પો નદીઓમાં પણ પાણીની સપાટી ઘટી છે. લગભગ અડધા યુરોપમાં દુષ્કાળની સ્થિતિ છે. જેની સીધી અસર અર્થતંત્ર પર થઈ રહી છે. વહીવટી તંત્રને પાણીના વપરાશ પર નિયંત્રણ લાદવાની ફરજ પડી છે, જંગલોમાં આગના બનાવ વધી રહ્યા છે અને જળચરોનું જીવન જાેખમમાં મુકાયું છે.

Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *